Sports

ભારતે ઈંગ્લેન્ડને 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં હરાવ્યું, સતત છઠ્ઠી જીત નોંધાવી ટેબલ પોઈન્ટમાં ટોપ પર પહોંચ્યું

ODI વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 29મી મેચમાં ભારતે (India) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને (England) 100 રનથી હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની છ મેચોમાં આ પાંચમી હાર છે. આ સાથેજ ભારતની આ જીત ખાસ હતી. ભારતે ઈંગ્લેન્ડને 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં હરાવ્યું હતું.

લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 100 રનથી જીતી લીધી હતી. આ મેચમાં રોહિત શર્માએ સૌથી વધુ 87 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવે પણ 49 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવી હોય તો બોલરોને શાનદાર પ્રદર્શન કરવાની જરૂર હતી અને તેઓએ તે જ કર્યું. આ મેચમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

જસપ્રીત બુમરાહે 35મી ઓવરના પાંચમા બોલ પર માર્ક વુડને ક્લીન બોલિંગ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત આણ્યો હતો. વુડે માત્ર એક બોલનો સામનો કર્યો અને ખાતું ખોલાવી શક્યો નહીં. ડેવિડ વિલી 16 રન બનાવીને બીજા છેડે અણનમ રહ્યો હતો. વુડના આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતના હવે છ મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે સેમીફાઈનલમાં પહોંચવાની નજીક છે. બીજી તરફ ઈંગ્લેન્ડને છ મેચમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના માત્ર બે પોઈન્ટ છે.

શમીએ હાર્દિકની જગ્યા પુરી
આ મેચ જીતીને ભારતીય ટીમે સાબિત કર્યું કે ટીમ હંમેશા સંતુલિત નથી હોતી. જો તમારી પાસે 11 ખેલાડીઓ છે જેઓ તેમની ભૂમિકાઓ જાણે છે અને તેમની ભૂમિકા ભજવવામાં સક્ષમ છે તો તમને જીતવાથી કોઈ રોકી શકશે નહીં. હાર્દિક આ મેચમાં નહોતો અને ભારતે ઓછા રન બનાવ્યા હતા પરંતુ ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડ માટે 230 રનના ટાર્ગેટને પહાડ બનાવી દીધો હતો. ભારત આ મેચ 100 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. હાર્દિકની ગેરહાજરીને કારણે ભારતે જેટલા રન બનાવ્યા હતા તેની સંખ્યા ઓછી હતી. શમીએ પોતાની બોલિંગથી ઈંગ્લેન્ડને અડધા રન પણ બનાવવા દીધા ન હતા. બુમરાહ અને શમીની જોડીએ પાવરપ્લેમાં જ મેચને ભારતની તરફેણમાં વાળી દીધી હતી. શમીએ 3 વિકેટ લીધી હતી.

Most Popular

To Top