Charchapatra

વિશ્વ રક્તદાન દિવસ

દર વર્ષની 14મી જૂન રોજ ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસે જે વ્યક્તિઓને 50 કે 100 થી વધુવાર રક્તદાન કર્યુ છે તેઓના આભાર માનવાનો અને અભિનંદન આપવાનો દિવસ છે. રક્ત (લોહી) કોઇ ફેક્ટરી બનતું પ્રવાહી નથી નહીં તો તે પણ બ્લેકમા વેચવું પડે તેટલી માંગ રોજે રોજની રહે છે. પણ ભલુ થજો સ્વૈચ્છિક રક્તદાન કરતા રક્તદાતાઓ અને રક્તદાન શિબિરનું આયોજન કરી અજાણ્યા માનવ જીવને ઉપયોગી લોહી મળી રહે તે માટે તન-મન ધનથી સેવા આપનારનું. બ્લ્ડ બેંકમા સુરક્ષિત રક્ત અને રક્તના ઉત્પાદનો (ઘટકો)ની જરૂરીયાત વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને વિશ્વ આરોગ્ય અનુસાર સ્વૈચ્છિક અને અવેતન રક્તદાતાઓ માટે તેમના જીવનરક્ષક લોહીની ભેટ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો પણ દિવસ છે. રક્તદાન એક એવું દાન છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા માનવદેહને નવ-જીવન રક્ત દ્વારા આપવામાં આવે છે.

રક્તદાન કરવું એ માનવ સેવા છે જ પણ રક્તદાતાઓને માટે પણ લાભ કર્તા છે જેમ કે રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેબલ ઘટે છે અને મેન્ટલી હેલ્થી રહેવાય છે. હાર્ટએકેટ અને હાર્ટ સ્ટરોકનો ખતરો ઓછા થાય છે. દુનિયા ભરમાં સારવાર દરમિયાન લોહીની કમીથી દર વર્ષે લાખો લોકોના મોત થાય છે તે જાણીને આપણે સૌને આશ્યર્ચ થાય તેવી દુર્ઘટના છે. જ્યારે કોઇ વ્યક્તિ બ્લડ અને પ્લાઝમાં ઘન કરે છે ત્યારે એક જીવન રક્ષક તરીકે બીજાનો/અજાણ્યાનો જીવ બચાવવાનું કામ કરે છે. (HB) લેવલ પણ સારુ રહે છે. વાર-તહેવાર કે પોનતાની વર્ષગાંઠના દિવસે રક્તદાન કરી/કરાવી સાથી મિત્રોને પ્રોત્સાહિત કરી સીધા જ બ્લડ બેંકમાં કે શિબિરનુ આયોજન કરી 10-20 યુનિટ (બોટલ)થી પણ આ સેવાનુ કાર્ય કરી શકાય છે.

કંઇ બ્લડ બેંકમાં રક્તનદાન કરવા કરાવવાથી જરૂરીયાતમંદોને ખૂબ જ ઓછા દરે બ્લડ યુનિટ મળી શકે છે. તે પણ તપાસ કરી સરકારી કે  અર્ધસરકારી બ્લડ બેંકમા સ્વૈ. રક્તદાન કરી ખરેખર જ માનવીય મૂલ્યને ઉજાગર કરી આ કરવા જેવી સેવા યુવા જગત ઉપાડી લેતો ઘણા માનવ જીવો મોતના મૂખમાંથી લાવી કોઇનો લાડકવાયો કે યુવાનનો પરિવાર બચાવવાની દુર્લભ સેવાની તક ઝડપતા થાય તે હેન્ડથી વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામા આવે છે ત્યારે ચાલો 14મી જૂને સ્વ. રક્તદાન કરીએ અને કરાવીએ.
સુરત     – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સરકાર ખેડૂતોને વહારે આવશે??
ખેડૂત સમૃધ્ધ બને તો દેશ પણ સમૃધ્ધ બને છે. પરંતુ જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે છે ત્યારે ગુજરાતના ખેડૂતોને રાજ્ય અને કેન્દ્રની સહાય માટે વલખાં મારવા પડે છે. સરકાર નુકશાન સહાયના વચનો આપે છે પરંતુ સહાય મળતી નથી. અત્યારે તો પાક વીમા યોજના પણ બંધ પડેલી છે. તેથી ખેડૂતોને આના રૂપિયા મળતા નથી. કેન્દ્ર સમક્ષ ડિસેમ્બર 2022માં અતિવૃષ્ટિ સહાય પેટે 152.99 કરોડ અને જુલાઈમાં બિપોરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન માટે 700.42 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી અસરગ્રસ્તોને આ સહાય મળી નથી! રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને વહારે આવશે?
પાલનપુર  – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top