તાજેતરમાં મુદ્દો ચર્ચાયો હતો કે જે તે વ્યક્તિએ કેટલા કલાક કામ કરવું જોઈએ? આ મુદ્દે દરેક ઈન્ડસ્ટ્રિયાલિસ્ટએ પોતાના વ્યુહ રજૂ કર્યા હતા. જોકે, કોઈપણ વ્યક્તિ રોજ 12 કલાક કરતાં વધુ સમય ડેસ્ક પર વિતાવે તો તેનું માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. તાજેતરમાં થયેલા આર્થિક સર્વેક્ષણમાં આ મુદ્દો બહાર આવ્યો હતો. લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને મોટી અસર થાય છે. આ અભ્યાસ સેપિયન લેબ્સ સેન્ટર ફોર હ્યુમન બ્રેઈન એન્ડ માઈન્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો ઉલ્લેખ આર્થિક સર્વેક્ષણમાં કરવામાં આવ્યો છે.
આજે 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રમાં બજેટ રજૂ કરશે. બજેટ પહેલા સીતારમણે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ પણ રજૂ કર્યો હતો. આ સર્વેક્ષણમાં દેશના તમામ મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યનો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સરવે મુજબ, સારા મેનેજરો અને સહકાર્યકરો સાથે કામ કરતાં કર્મચારીઓ નબળા મેનેજરો-સહકાર્યકરો સાથે કામ કરતાં કર્મચારીઓ કરતાં માનસિક સુખાકારીમાં આગળ છે.
સરવે પ્રમાણે, જે કર્મચારીઓ તેમના કામમાં સૌથી વધુ ગર્વ અને હેતુપૂર્ણતા દર્શાવે છે તેમના માનસિક સુખાકારીના સ્કોર સૌથી ખરાબ રિપોર્ટ કરનારા કર્મચારીઓ કરતાં 33થી 40 ટકા સારો હોય છે. સંપૂર્ણપણે દૂરસ્થ કાર્યસ્થળમાં કામ કરતી વ્યક્તિઓનો માનસિક સુખારીનો સ્કોર સંપૂર્ણપણે વ્યક્તિગત અથવા હાઈબ્રિડ કાર્ય મોડેલમાં તેમના સમકક્ષો કરતાં લગભગ 50 પોઈન્ટ ઓછો હોય છે. આ દર્શાવે છે કે કાર્યસ્થળ પર સામાજિક ક્રિયાપ્રતિક્રિયા જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય પણ જાળવવાની જરૂરીયાત છે. જો અઠવાડિયામાં 70થી 90 કલાક કામ કરવામાં આવે તો જે તે કર્મચારીના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. આવા કર્મચારીઓને માનસિક સમસ્યાઓ થવાનું જોખમ સૌથી વધારે હોય છે.
આ સમીક્ષામાં પેગા એફ, નાફ્રાડી બી અને ડબલ્યુએચઓ-આઈએલઓના સંયુક્ત કાર્ય-સંબંધિત રોગોના અંદાજોને પણ ટાંકવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, કામ પર વિતાવેલા કલાકોને સામાન્ય રીતે ઉત્પાદકતાના માપ તરીકે ગણવામાં આવે છે. અગાઉના અહેવાલોમાં જણાવાયું છે કે, 55થી 60 કલાક કામ કરવાનું રહે છે. જો 60 કલાકથી વધુ કામ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આ બતાવે છે કે જો સપ્તાહના સાત દિવસ કામ કરવાનું હોય તો પ્રત્યેક વ્યક્તિએ રોજ 8 કલાક જ કામ કરવું જોઈએ.
આઠ કલાકથી વધારે કામ કરવાને કારણે જે તે કર્મચારીને માનસિક સંબંધી મુશ્કેલી પડી શકે છે. સામાન્ય રીતે કામના કલાકો 8 જ છે પરંતુ તેનો ભંગ કરવામાં આવે છે. ઘણે ઠેકાણે વધુ કલાકો કામ કરાવીને કર્મચારીનું શોષણ પણ કરવામાં આવે છે. જે ખરેખર બંધ થવું જોઈએ. હાલમાં ભલે, આર્થિક સર્વેક્ષણમાં સરકારે આ મુદ્દાનો સમાવેશ કર્યો હોય પરંતુ સરકારે આ મુદ્દા પ્રત્યે ગંભીરતા દાખવવી જરૂરી છે. આર્થિક સર્વેક્ષણમાં સમાવવામાં આવેલા આ મુદ્દાનો અમલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ કરાવવો જોઈએ. જો સરકાર આ મુદ્દે ગંભીર નહીં બને તો આગામી દિવસોમાં કર્મચારીઓના મામલે મોટી સમસ્યા પણ ઊભી થઈ શકે છે તે નક્કી છ