National

ઉત્તરાખંડ એવલાંચ: 50 કામદારો બહાર કઢાયા, 4 કામદારોના મોત, 5 ની શોધ ચાલુ

ઉત્તરાખંડમાં ચમોલી હિમપ્રપાતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. શનિવારે અકસ્માતના બીજા દિવસે 17 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. અગાઉ શુક્રવારે 33 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. 5 મજૂર હજુ પણ ગુમ છે. આ અકસ્માત 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે ચમોલીના માના ગામ નજીક થયો હતો. મોલી-બદ્રીનાથ હાઇવે પર એક કન્ટેનર હાઉસમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ના 55 કામદારો રોકાયા હતા ત્યારે બરફનો પહાડ સરકી ગયો હતો. બધા કામદારો તેનો ભોગ બન્યા હતા. હિમપ્રપાતને કારણે ગૌચર હવાઈ પટ્ટીને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગૌચરમાં વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ અને ફાયર ટીમો તૈનાત છે. એસડીએમ સંતોષ કુમાર પાંડે એરસ્ટ્રીપ પર હાજર છે.

ઘાયલ કામદારોને ઋષિકેશ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બચાવેલા કામદારોને જોશીમઠની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ચમોલી ડીએમના જણાવ્યા અનુસાર 27 કામદારોને જોશીમઠ સ્થિત આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેઓને AIIMS ઋષિકેશમાં શિફ્ટ કરાયા છે. 4 આર્મી હેલિકોપ્ટર ઉપરાંત ITBP, BRO, SDRF અને NDRF ના 200 થી વધુ સૈનિકો તૈનાત છે. આ ઘટના બદ્રીનાથથી 3 કિમી દૂર ચમોલીના માના ગામમાં બની હતી. ચમોલી-બદ્રીનાથ હાઇવે પર બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના કુલ 55 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. કામદારો કન્ટેનર હાઉસમાં હતા. તે સમય દરમિયાન બરફનો પહાડ સરકી ગયો અને કામદારો દટાઈ ગયા હતા.

બિહાર, યુપી અને ઉત્તરાખંડના 11-11 કામદારો
હિમપ્રપાતમાં ફસાયેલા 55 કામદારોમાં બિહારના 11, ઉત્તર પ્રદેશના 11, ઉત્તરાખંડના 11, હિમાચલ પ્રદેશના 7, જમ્મુ-કાશ્મીરના 1 અને પંજાબના 1નો સમાવેશ થાય છે. 13 મજૂરોના સરનામા અને મોબાઇલ નંબર ઉપલબ્ધ નથી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આજે ​​સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કામદારોને મળ્યા હતા. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ અકસ્માત અંગે SDRF અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સેના, ITBP અને NDRFના અધિકારીઓ સાથે વાત કરી હતી.

અમે ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છીએ: બ્રજેશ પાઠક
ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા હિમપ્રપાત અંગે યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે ઉત્તરાખંડ સરકાર ઘટના (હિમપ્રપાત)માં ફસાયેલા ઉત્તર પ્રદેશના કામદારોને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અમે ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સુરક્ષિત ઘરે પાછા ફરે. અમે કામદારોના પરિવારોના સંપર્કમાં પણ છીએ.

Most Popular

To Top