વડોદરા: વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકા દ્વારા નવા નવા પ્રોજેકટ લાવવમા આવતા હોય છે. તેવામાં વડોદરામાં ટ્રાફીકનું ભારણ ઓછું થાય તે માટે પાલિકા દ્વારા વડોદરામાં સૌથી મોટો બ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી. તે બ્રીજ ૩.૫ કિલોમીટર લાંબો બનશે તેમ જણાવ્યું હતું. આ બ્રીજ ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી આકાર પામશે. આ બ્રીજનો વર્ક ઓર્ડર ૨૦૧૭માં કોન્ટ્રાકટરને અપાયો હતો. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા થી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.
તેને લઈને ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટર બ્રિજની મંજૂરી આપવામાં આવી હતી. અવાર નવાર થતાં કાર્યક્રમોમાં પાલિકા તંત્ર અને પદાધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બ્રીજની કામગીરી સપ્ટેમ્બર મહિનાના અંતમાં પૂરો થઈ જશે પણ હજુ સુધી આ બ્રીજની કામગીરી પૂરી થવા માટે એક થી બે માસનો સમય લાગે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. શહેરનો સૌથી મોટા બ્રીજ માટે ૨૦૦ કરોડનો પ્રોજેકટ 36 મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી. જે પાલિકા દ્વારા તા. 18/10/2017 ના રોજ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની કામ પૂર્ણ થવાની મર્યાદા 18/10/ 2020 છે.
પરંતુ હજી સુધી બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. હજી નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પાંચ વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સરકારે તબક્કાવાર 76 કરોડ રૂપિયા સ્વર્ણિમ ગુજરાત યોજનામાંથી આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ફંડ રોકી દેવામાં આવ્યું છે. જ્યારે નગરપાલિકાએ નાગરિકોના વેરામાંથી ૪૪ કરોડ રૂપિયા આ બ્રિજમાં ખર્ચવામાં આવ્યા છે. 120 કરોડ રૂપિયા આ બ્રિજ માં અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યો છે. પાલીકાના હોદ્દેદારો અને ભાજપના પદાધિકારીઓ અગાઉ ગાંધીનગર મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં બ્રિજ પર 100 કરોડ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઘણા મુદ્દામાં ટીમ વડોદરાની ઝાટકણી કાઢી હતી. હકીકત તો એ છે કે વડોદરાનો સૌથી મોટો બ્રિજનો 3.5 કિ.મી લંબાઈ નો પ્રોજેક્ટ ડખામાં બેસી ગયો છે. આવક ક્યાંથી ઊભી કરવી આ બ્રિજ કેવી રીતે પૂરો કરવો પાલિકા તેના ઘમાસાણામાં છે. પાલિકાના સત્તાધિશોની ઊંઘ મોડે મોડે ઉડી હતી. આ પ્રોજેક્ટથી અડધી દાઢી કર્યાનો પ્રોજેક્ટ છે તેમ લાગી રહ્યું છે. પાંચ વર્ષ વીત્યા બાદ પણ હજુ સુધી નગરજનોને ટ્રાફિકની સમસ્યાથી દુર કરવા કરતાં તો વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ બ્રિજનું લોકાર્પણ-બ્રિજ ક્યારે પૂર્ણ થશે પાલિકાના નેતાઓ કે અધિકારીઓ એક સુરમાં બોલી શક્તા નથી. કોન્ટ્રાક્ટરને પાલિકાના નેતાઓ અને અધિકારીઓ ઢંડોડી શક્યા નહી.
કેમેરા વિસ્તારની જાણકારી આપે છે, અત્યાર સુધી કોઇપણ બ્રીજ પર કેમેરા લાગ્યા નથી
બ્રીજ પર સીસીટીવી લગાવવા માટે અલગ અલગ ફંડ અને પોલીસ દ્વારા માહિતી આપવામાં આવે છે જ્યાં કેમેરા લગાવવા નાં હોય તે વિસ્તારની જાણકારી આપે છે ત્યારે કેમેરા જે તે વિસ્તારમાં લાગતા હોય છે. અને અત્યાર સુધી કોઇપણ બ્રીજ પર કેમેરા લાગ્યા નથી.
મનીષ ભટ્ટ , ડાયરેકટર આઈ ટી વિભાગ
આ બ્રીજ બનવામાં ઘણો સમય ગયો, કોરોના કાળમાં પણ કામગીરી તો ચાલુ જ રહી હતી
લગભગ દોઢ થી બે મહિનામાં આ બ્રિજ સંપૂર્ણ રીતે બની જશે અને શહેરી જનોને નવી ભેટ મળશે. આ બ્રીજ બનવામાં ઘણો સમય ગયો પરંતુ બે વર્ષ તો કોરોના કાળ નાં હતા છતાં કામગીરી તો ચાલુ જ હતી.
-ડો હિતેન્દ્ર પટેલ ચેરમેન સ્થાયી
કામગીરી પૂર્ણ થશે તેમ સ્ટ્રીટ લાઇટ મુકાશે
જેમ જેમ બ્રિજની કામગીરી પૂર્ણ થશે તેમ તેમ કામગીરી સ્ટ્રીટ લાઇટની કરવામાં આવશે. અને હાલ બ્રીજની કામગીરી ચાલુ હોવાથી કામગીરી જ્યાં બ્રીજ બનેલો છે ત્યાં સ્ટ્રીટ લાઈટના પોલ નાખી દેવામાં આવ્યા છે.
-ભરત રાણા, હ.કાર્યપાલક ઇજનેર સ્ટ્રીટ લાઈટ
એકાદ મહિનો લાગશે
આ સમગ્ર બ્રિજને સંપૂર્ણ બનવા માટે હજુ એકાદ મહિના જેટલો સમય જશે. આ બ્રીજ પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. – રવિ પંડ્યા કાર્યપાલક ઇજનેર, બ્રીજ પ્રોજેકટ
બે થી અઢી મહિના લાગશે
આ બ્રીજ સંપૂર્ણ બનતા હજુ બે થી અઢી મહિના સુધીનો સમય જશે. – કેયુર રોકડીયા,મેયર
પાર્કસ એન્ડ ગાર્ડનનાં ડાયરેકટરે ફોન રિસીવ કરવાનુ ટાળ્યું હતું
બ્રિજ પર જે વર્ટિકલ ગાર્ડન બનવાનુ છે તે વિશે પાર્કસ એન્ડ ગાર્ડનનાં ડાયરેકટરનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમને બે વાર ફોન રિસીવ કરવાનુ ટાળ્યું હતું. મળતી માહિતી મુજબ તે વડોદરાની પ્રજાની સુવિધા માં તે વ્યસ્ત હતા.