મહિલા વનડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કોલંબોમાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ 50 ઓવરમાં 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની મહિલા ટીમની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય મહિલા ટીમે નિરાશાજનક બેટિંગ પ્રદર્શન કર્યું, 50 ઓવરમાં 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ટીમ ઈન્ડિયા તરફથી હરલીન દેઓલે 46 રન બનાવ્યા જ્યારે અંતિમ ઓવરમાં બેટિંગ કરવા આવેલી વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે 20 બોલમાં અણનમ 35 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી ડાયના બેગે 4 વિકેટ લીધી જ્યારે ફાતિમા સના અને સાદિયા ઇકબાલે 2-2 વિકેટ લીધી.
હરલીન દેઓલે સૌથી વધુ 46 રન બનાવ્યા. જેમીમા રોડ્રિગ્સે 32 અને પ્રતિકા રાવલે 31 રન બનાવ્યા. 8મા ક્રમે બેટિંગ કરતી રિચા ઘોષે 20 બોલમાં અણનમ 35 રન બનાવીને ભારતને લડાયક સ્કોર સુધી પહોંચાડ્યું. પાકિસ્તાન તરફથી ડાયના બેગે 4 વિકેટ લીધી જ્યારે કેપ્ટન ફાતિમા સના અને સાદિયા ઇકબાલે 2-2 વિકેટ લીધી.
ભારત અને પાકિસ્તાન સતત ચોથા રવિવારે ટકરાઈ રહ્યા છે. મેન્સ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉની મેચ 28 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. ત્રણેય વખત ભારત જીત્યું હતું.