આજકાલ મહિલાઓની સલામતી સમાજ તેમ જ સરકાર પક્ષની જવાબદારી દિન-બ-દિન વધતી જાય છે. સ્ત્રી પ્રત્યેની થતી હિંસા, એસીડનો હુમલો, ખોટું વચન આપીને અને ભોળપણનો લાભ લઈ કરાતો બળાત્કાર, આપઘાત, સમાજની કનડગત અને અગ્નિસ્નાન ઈત્યાદિને લીધે કરવામાં આવતી જોખમાતી જિંદગી. જે પરત્વેના વર્તમાનપત્રમાં વાંચતાં હોઈએ છીએ. સ્ત્રી એ તો દેશની કરોડરજ્જુ છે, સ્ત્રી પાત્રની સમાજમાં શક્તિ તરીકેની ગણના થાય છે. જ્યારે નારીજાતિનો જન્મ થાય છે ત્યારે લક્ષ્મી આવી એવું કહેવામાં આવે છે. આર્થિક સમાજમાં તેને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ. સમાજમાં જ્યારે તેને કોઈ પણ રીતે કનડગત કરવામાં આવે ત્યારે જનતાએ સમજવું જોઈએ કે આવી પરિસ્થિતિમાં આપણી પોતાની દીકરી મૂકાય ત્યારે આપણી સ્થિતિ કેવી થાય છે તેને સમજણપૂર્વક યાદ કરવું રહ્યું. જેને ત્યાં દીકરી ન હોય તેને જીવનભર સૂનું-સૂનું લાગતું હોય છે. આમ વિચારીને અમલમાં મૂકીએ તો જ આપઘાત અને બળાત્કારના કિસ્સામાં ઓટ આવશે અને સ્ત્રીઓ શાંતિથી જિંદગી માણી શકશે.
અડાજણ, સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.