Editorial

મહિલા ક્રિકેટના વેતનનો ઐતિહાસિક નિર્ણય, ભારતમાં વધી રહ્યો છે નારીનો દબદબો

મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે. આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે. તેમણે કહ્યુ હતું કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે. આ પહેલા ગણતંત્ર દિવસ 2022ની પરેડમાં અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાઇપાસ્ટ થઈ, 75 વિમાન આ સમારોહનો હિસ્સો હતા.

ભારતીય વાયુસેનાએ પણ પરેડ દરમિયાન સ્વદેશી તેજસ એલસીએ અને રાફેલ જેટ પર ઝાંખી પ્રદર્શિત કરી હતી. શિવાની સિંહ ગણતંત્ર પરેડમાં ભારતીય વાયુ સેનીની ઝાંખીનો હિસ્સો હતી. તે ઈન્ડિયન એફોર્સની ઝાંખીનો હિસ્સો બનનારી માત્ર બીજી મહિલા ફાઇટર જેટ પાયલટ છે.એરફોર્સના પાયલોટ શિવાંગી સિંહ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના છે. વર્ષોથી તેનો પરિવાર વારાણસીમાં ફુલવરિયા રેલવે ક્રોસિંગ પાસે જૂના મકાનમાં રહે છે. શિવાંગી સિંહના પિતાનું નામ કુમારેશ્વર સિંહ અને માતાનું નામ સીમા સિંહ છે. બે ભાઈઓ મયંક અને શુભાંશુ અને એક બહેન હિમાંશી સિંહ છે. શિવાંગી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ વારાણસીમાં જ પૂર્ણ કર્યો છે.

આઠમા ધોરણ સુધી શિવાંગીએ વારાણસીના કેન્ટોનમેન્ટની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ તેણે સેન્ટ જોગર્સ કોન્વેન્ટ સ્કૂલ બાયપાસ, શિવપુરમાંથી 12માની પરીક્ષા પાસ કરી. બાળપણથી જ શિવાંગી અભ્યાસમાં હોશિંયાર હતી. તેણે 12માં 89 ટકા માર્ક્સ મેળવ્યા છે. આ પછી શિવાંગીએ સનબીમ મહિલા કોલેજ ભગવાનપુરમાંથી બીએસસી કર્યું. અભ્યાસ દરમિયાન તેઓ એનસીસીમાં જોડાયા. શિવાંગી સિંહને સ્પોર્ટ્સમાં પણ સારો રસ હતો. તેણીએ ભાલા ફેંકની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. શિવાંગીના દાદા વીએન સિંહ આર્મીમાં કર્નલ હતા. નિવૃત્તિ બાદ તેઓ નવી દિલ્હીમાં રહેતા હતા.

શિવાંગી અવારનવાર તેની માતા સાથે તેના દાદાને મળવા દિલ્હી જતી હતી. એકવાર જ્યારે શિવાંગી હાઈસ્કૂલમાં હતી ત્યારે તેના દાદા તેને એરફોર્સ મ્યુઝિયમ બતાવવા દિલ્હી લઈ ગયા. જ્યારે શિવાંગીએ એરફોર્સનું પ્લેન અને સૈનિકોનો યુનિફોર્મ જોયો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને તેણે એરફોર્સમાં જવાનું નક્કી કર્યું. તેણે તેના દાદાને કહ્યું કે તે પણ ફાઈટર પ્લેન ઉડાવશે. એમએસસી કર્યા બાદ વર્ષ 2015માં શિવાંગીએ એરફોર્સની પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગ લીધી. વર્ષ 2017માં તેને દેશની પાંચ મહિલા ફાઇટર એરક્રાફ્ટ પાઇલટ્સની ટીમમાં પસંદ કરવામાં આવી હતી. ટ્રેનિંગ પૂરી કર્યા પછી શિવાંગી મિગ-21ની ફાઈટર પાયલટ બની.

સમગ્ર દેશમાં આજે વાયુસેના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે બે મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એલાન એ છે કે ભારતીય વાયુસેનામાં એક નવી ‘વેપન સિસ્ટમ બ્રાંચ’ને બનાવવામાં આવશે. આ સિવાય બીજુ એલાન એ કરવામાં આવ્યુ છે કે આગામી વર્ષથી મહિલા અગ્નિવીરોને ઈન્ડિયન એરફોર્સમાં સામેલ કરવામાં આવશે.એર ફોર્સ ડેના અવસરે પણ ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ આ બંને એલાન કર્યા હતાં. ચંદીગઢમાં વાયુસેના દિવસના અવસરે ફુલ ડે રિહર્સલ કરવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ એલાન કર્યુ કે સરકારે IAF અધિકારીઓ માટે વેપન સિસ્ટમ બ્રાન્ચને બનાવવાની મંજૂરી આપી. ભારતની આઝાદી બાદ આ પહેલી તક છે જ્યારે એક નવી ઓપરેશનલ બ્રાન્ચને બનાવવામાં આવશે. વાયુસેના પ્રમુખ દ્વારા આ એલાન એરફોર્સ ડે ના અવસરે કરવામાં આવશે. એર ચીફ માર્શલે કહ્યુ કે આ બ્રાન્ચ અનિવાર્ય રીતે એરફોર્સના તમામ પ્રકારના લેટેસ્ટ વેપન સિસ્ટમને હેન્ડલ કરશે. આનાથી ૩૪૦૦ કરોડ રૂપિયા બચાવવામાં આવશે. તેમણે કહ્યુ કે વાયુસેના આગામી વર્ષે મહિલા અગ્નિવીરોને સામેલ કરવાનુ આયોજન કરી રહી છે.

Most Popular

To Top