ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ક્રિકેટ જગતમાં (મહિલાઓ અને પુરુષો) સતત 22 વનડે જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઉપરાંત, મેગ લેનિંગ પણ આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ કેપ્ટન બની છે. આ કેસમાં તેણે પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. લેનિંગની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે રવિવારે ન્યુઝીલેન્ડની મહિલા ટીમને 6 વિકેટે હરાવી હતી. તે ટીમનો સતત 22 મા વન ડે જીત હતો. ઓસ્ટ્રેલિયા ટીમને છેલ્લી હાર 29 ઓક્ટોબર 2017 ના રોજ મળી હતી. ત્યારે ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 20 રને પરાજય થયો હતો.
આ પહેલા રિકી પોન્ટિંગની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે સતત 21 વનડે મેચ જીતી હતી. તેણે જાન્યુઆરીથી મે 2003 બાદ લગભગ 5 મહિનામાં આ બધી મેચ જીતી લીધી હતી. જ્યારે મહિલા ટીમે આશરે 41 મહિનામાં 22 મેચ જીતી હતી. દરમિયાન, કોરોનાને કારણે ક્રિકેટ એક વર્ષ માટે સંપૂર્ણ રીતે બંધ હતું.
મેગ લેનિંગે કહ્યું કે લાંબા સમય પછી આ ફોર્મેટમાં એક મોટી ઉપલબ્ધિ છે. અમે લગભગ 3 વર્ષમાં આ બધી મેચ જીતી લીધી છે. મારું માનવું છે કે ટીમે તેની શક્તિ બતાવી છે, કારણ કે આટલા લાંબા સમય સુધી પ્રદર્શન જાળવવું મુશ્કેલ છે.
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 વનડે સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે પણ 1-0થી લીડ મેળવી લીધી છે. પ્રથમ વનડેમાં 213 રનનો લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડની ટીમે આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 38.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ જીતવા 215 રન બનાવ્યા હતા.