આજથી પાંચેક દાયકા પહેલાં મારા મેરેજ થયા હતાં ત્યારે ચાર કોલમનુ મથાળુ બાંધી આજ દૈનિક મા સમાચાર હતા કે’ એક ગંભીર ગુનામાં એક યુવતી સહિત બે યુવકોની ધરપકડ. ‘હાલ વખતનાવહેણ જતાં ભાગ્યે જ કોઈ ગુનો એવો હશે કે જેમાં કોઈ મહિલાની સંડોવણી નહિ હોય. ઘણા કિસ્સામાં તો યુવતીઓ જ હવે લીડર નો રોલ ભજવતી હોય છે. આમાં છેલ્લી પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી કે જયારે ટ્રાફિક પોલીસની ફરજમાં ગુનો કરવા છતાં રૂકાવટ ઊભી કરીને હાથપાઈ કરવામાં પતિ ઉપરાંત પત્ની પણ સામેલ હતી.ખરેખર તો આવેશમાં આવેલા પતિને એણે મારા મારી કરતા વારવો જોઇતો હતો. એતો ઠીક પૈસા પડાવવા હવે તો ‘હનીટ્રેપ’ ના રૂપાળા લેબલ સાથે સેક્સનો પણ ગુનાખોરીમાં છૂટથી ઉપયોગ થાય છે..આમા ચિંતાજનક બાબત એ છે કે ભાવિ પેઢીને જન્મ આપનારી માતાઓ સમાજને શું સંસ્કાર આપશે? સરકાર જેનો ઢોલ વગાડે છે તે ‘ સ્ત્રી શસકતિકરણ’ આજ હશે કે ?…
સુરત – પલ્લવી પી. ધોળકીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.