તા. 27.7.23ના ગુ.મિ.માં વીરેન્દ્રસિંહ અટોદરિયાના ચર્ચાપત્રના અનુસંધાનમાં લખવા પ્રેરાયો છું. એમાં ગાંધીજીની ચળવળનાં પારસી બાનુ મીઠુબેન પીટીટની વાત જણાવી છે. એમાં મીઠુબેન પીટીટ માયજી કેવી રીતે કેવડી આશ્રમની જમીનમાં પાક લેવાની હિંમત કરનાર માથાભારે ત્યાંના રહેવાસી ખેડૂતને કેવી રીતે સામનો કરી ભગાડે છે અને સઘળો પાક આશ્રમમાં લઇ લે છે તેની વાત કરી છે. ગાંધીજીની આઝાદીની ચળવળમાં ગામડે ગામડેથી યુવાન, યુવતીઓ જોડાયેલાં તેમ મુંબઇના પારસી પીટીટ કુટુંબની દીકરી મીઠુબેન માયજી પણ જોડાયાં હતાં.
મુંબઇમાં ‘આરે’ ડેરી નામની સંસ્થા મુંબઇને દૂધ પૂરું પાડવા સ્થાપેલી સંસ્થાપકના નાના ભાઇ કુંવરજીભાઇ તથા પોતે પણ ચળવળમાં જોડાયા હતા એ કલ્યાણજી મહેતા જે મુંબઇની દિભારી રાજયની વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યા હતા. તેમણે હુલામણું નામ માયજી મીઠુબેનને આપ્યું હતું. મહાત્મા ગાંધીજીનાં પત્નીની સેવા માયજી બહુ સારી રીતે કરતાં હતાં. માયજીએ મળી ઘણા આશ્રમો સ્થાપ્યા હતા. નવસારી નજીક મરોલીમાં કસ્તુરબા સેવાશ્રમ મંકોડિયામાં ગાંધીકુટીર અને કેવડી તેમજ કોસંબા નજીક ચાસવડ આશ્રમો નમૂના છે. સરદાર વલ્લભભાઇ પટેલના આ બંને લાડકા સૈનિકો હતા. મીઠુબેન માયજીનો મુંબઇનો પણ પ્રેરક દાખલો છે.
તે વખતે સાયકલનો જમાનો હતો. અંગ્રેજ સૈનિકો પણ સાયકલ પર નિકળતા હતા. એક અંગ્રેજ સૈનિકે ફૂટપાથની બાજુમાં ચાલતા ભિખારીને સાયકલ અથડાવી પાડી નાંખ્યો હતો. અંગ્રેજ સૈનિક પણ સાયકલ પરથી પડી ગયો હતો. પાછળ માયજી સાયકલ પર આવતાં હતાં. તેમણે સાયકલ પરથી ઊતરી પોતાની સાયકલ સ્ટેન્ડ પર ચઢાવી પેલા અંગ્રેજ સૈનિકને એક તમાચો ચોઢી દીધો હતો. લોકોના ટોળાને લીધે ન તો પેલો અંગ્રેજ સૈનિક માયજીને હાથ લગાવી શકયો હતો. આવેલો પોલીસ પકડી શકયો હતો. આમ અંગ્રેજોની ગુલામીના દિવસમાં માયજીએ અંગ્રેજ સૈનિકને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. જવાહરલાલ નહેરૂને પણ માયજી ખૂબ માનીતાં હતાં. નહેરૂને સુરત અને મરોલી આશ્રમમાં લાવનાર માયજી હતાં. ઇંદિરા ગાંધીને પણ સુરત, નવસારી તથા કસ્તુરબા સેવાશ્રમ લાવનારાં પણ માયજી જ હતાં. એટલે ગાંધીજીની ચળવળમાં માયજીનું ખૂબ માન અને અગ્રગણ્ય ભાગ હતો.
પોંડીચેરી – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કભી તો વો સુબહ આયેગી
ગત સદીમાં સુરત સોનાની મૂરત કહેવાતી પ્રમાણમાં શાંતિ, સૌમ્ય, મોજીલું તો આજે પણ છે. આ શહેર નોકરી ધંધા અર્થે ભલે પોતાનો પ્રદેશ છોડી અહીં વસ્યાં, પરંતુ કુટુંબ, પત્ની, સમાજ સાથે ન હોવાથી 12- 13 વર્ષની દીકરીઓ પણ સલામત નથી. પ્રેમ એકતરફી કદી નહિ ચાલે. વરાછાની ઘટના દીકરીએ ના પાડતાં, જાહેરમાં રહેંસી નાંખી. આ રસ્તે દોરવામાં બિભત્સ ફિલ્મો, ફોટોગ્રાફસ અને સ્કૂટર પર જતી દીકરી, જેણે સાવ ટૂંકી ચડ્ડી પહેરી જાંઘ અને પગની પાની સુધી ઉઘાડો દેખાતો શરીરનો ભાગ જુવાનિયાઓને લલચાવે જ. સ્ત્રીહિતેચ્છુ સંસ્થાઓએ સૌથી પહેલો પ્રશ્ન આ ઉપાડવા જેવો છે. હત્યા, વાત વાતમાં હુમલા, બાવળના કાંટા નહિં મૂળમાંથી ઉખાડો, રાતોરાત સુધારો થવાનો નથી. સમય લાગશે. કભી તો વો સુબહ આયેગી. અત્યારથી જ ચેતો- જાગો સમાજમોભીઓ.
સુરત – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.