SURAT

મહિલા છુપાવીને લાવી રહી હતી એવી વસ્તુ જે જોઈ સુરત એરપોર્ટના અધિકારીઓ ચોંકી ગયા

સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર ગુરૂવારે રાત્રે ચોંકાવનારી ઘટના બની. શારજાહથી (Sharjah) ફ્લાઈટમાં (Flight) આવેલી એક મહિલા પેસેન્જરની (Women Passanger) ટ્રોલી બેગમાંથી (Trolly Bag) એવી વસ્તુ મળી જે જોઈને સુરત એરપોર્ટ પર ફરજા બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ (Custom Officers) ચોંકી ગયા હતા. તાત્કાલિક તે વસ્તુ કબ્જે લઈને અધિકારીઓએ મહિલા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

  • ગોલ્ડ કોટેડ વ્હાઈટ રોડિયમના બે ટુકડા સાથે મહિલા પકડાઈ
  • શરીફા રિયાઝ શેખ નામની મહિલાની ટ્રોલી બેગમાંથી દાણચોરીનું ગોલ્ડ કોટેડ વ્હાઈટ રોડિયમ પકડાયું
  • અંદાજે 5 લાખની કિંમતનું 100 ગ્રામ સોનું કસ્ટમ વિભાગે કબ્જે લીધું

પ્રાપ્ત માહિતી અનુસાર તા. 25મી ઓગસ્ટના રોજ રાત્રે 11.25 કલાકે શારજાહથી આવેલી એર ઈન્ડિયાની (Air India) ઈન્ટરનેશનલ ફ્લાઈટ IX-172 સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે કસ્ટમના અધિકારીઓ આવનારા પેસેન્જરના સામાનની તપાસમાં જોતરાઈ ગયા હતા. આ ફ્લાઈટમાં શરીફા રિયાઝ શેખ નામની એક મહિલા આવી હતી. મહિલાના ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી ગોલ્ડ કોટેડ વ્હાઈટ રોડિયમના (Gold Coated Rhodium) બે પીસ મળી આવ્યા હતા. મહિલાના સામાનમાંથી વ્હાઈટ રોડિયમ પર ગોલ્ડને (Gold) વાયરની જેમ કોટ કરેલા બે પીસ મળી આવ્યા હતા. જેનું વજન 100 કિ.ગ્રામ અને અંદાજિત બજાર કિંમત 5.3 લાખની માનવામાં આવી રહી છે. તેના કોઈ બિલ મહિલા પાસે મળી આવ્યા નહોતા. તેથી મહિલા દાણચોરી (Smuggling) કરી આ ગોલ્ડ લાવી રહી હોવાનું પ્રથમદર્શી કેસ બન્યો હતો. કસ્ટમ દ્વારા ગોલ્ડ કોટેડ વ્હાઈટ રોડિયમ કબ્જે (Sized) લેવાયું હતું, જ્યારે મહિલાને જામીન (Bail) પર મુક્ત કરાઈ હતી.

તમને જણાવી દઈએ કે સુરત એરપોર્ટ (Surat Airport) સોનાના દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયું છે. જ્યારથી શારજાહ-સુરત ફ્લાઈટ (Surat Sharjah Flight) શરૂ થઈ છે ત્યારથી અવારનવાર દાણચોરીનું સોનું પકડાયાના કિસ્સા બની રહ્યાં છે. દર વખતે દાણચોરો કેરિયર દ્વારા અવનવી તરકીબથી સોનું દુબઈથી મંગાવતા હોય છે. આ અગાઉ મે મહિનામાં રૂપિયા 32 લાખના દાણચોરીના સોના સાથે બે પકડાયા હતા. તે સમયેએ પણ બંને દાણચોરોએ ટ્રોલી બેગની નીચેના લોખંડના ભાગમાં લોખંડના ચોસલા જેવા લોહ ચુંબકના કવરમાં સોનાની બિસ્કિટો છુપાવી હતી. આ અગાઉ ગુદા માર્ગમાં, પેટમાં, અંડરવેયરમાં, મોજામાં, બુટમાં અનેક તરીકબોથી દાણચોરો સોનું આયાત કરતા રહ્યાં છે.

Most Popular

To Top