સ્ત્રી દરેક ઘરની લક્ષ્મી છે. તે અન્નપૂર્ણાનું એક સ્વરૂપ છે. એના વિના રસોડું અધૂરું છે. તે ગૃહલક્ષ્મી બનીને કુટુંબને સંભાળે છે. તો સરસ્વતી બની બાળકોને શિક્ષણ પણ આપે છે. તો સમય આવ્યે કાલી ચંડિકા બની અસુરોનો નાશ પણ કરી શકે છે. સ્ત્રીને પૂજા ગમતી નથી પણ સન્માન મળે તેવી એની ઇચ્છા જરૂર હોય છે.
સ્ત્રીને મંદિરમાં નહિ બેસાડો તો ચાલશે, પણ મનમાં જરૂર બેસાડો. દેવીની મૂર્તિની સાથે સ્ત્રીને પણ સન્માન આપો. સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ છે અને પ્રેમથી વિચારો તો સાવ સરળ અસ્તિત્વ. લોકો કહે છે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ હકીકતમાં કોઈ સ્ત્રી વિનાનું ઘર જ હોતું નથી.
જે ઘરમાંથી નારીને કાઢવામાં આવે છે તે ઘર સ્મશાન બની જાય છે. ગૃહિણી શબ્દનો અર્થ સમજવા જેવો છે. ગૃહિણી એટલે આખો પરિવાર ગૃહ જેનું ઋણી છે. વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરુષનો સમાન દરજ્જો હતો. એટલું જ નહિ ગાર્ગી અને લોપામુદ્રા વિદુષીઓએ સ્ત્રીશક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગટાવ્યો હતો.
સુરત -દિલીપ વી. ઘાસવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.