National

ઉત્તરાખંડના CM ના વિવાદાસ્પદ નિવેદન બાદ મહિલા નેતાઓમાં ભારે રોષ

ઉત્તરાખંડ(UTTARAKHAND)ના મુખ્ય પ્રધાન (CM) તીરથસિંહ રાવતે મહિલાઓના પહેરવેશ અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ વધ્યો છે. શિવસેના(SHIVSENA)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રા અને અન્ય ઘણી મહિલા સાંસદોએ તીરથસિંહ રાવત પર નિશાન સાધ્યું છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નિવેદન આવતા જ મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર ખરું ખોટું સંભળાવીને પ્રિયંકા ચતુર્વેદીએ પણ તિરથ રાવતને ઘેરી લીધા હતા.

ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે મહિલાઓના પહેરવેસના મામલે આપેલા નિવેદનમાં વિવાદ વધ્યો છે. સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર આ નિવેદનની ચર્ચા થઈ છે, તેથી રાજકીય પ્રતિક્રિયાઓ પણ જોવા મળી છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ તિરથસિંહ રાવતના નિવેદન પર કડક હુમલો કર્યો છે. મહુઆ મોઇત્રા સિવાય પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથસિંહ રાવત પર નિશાન સાધ્યું છે.

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કહે છે, “જ્યારે મેં નીચે જોયું ત્યારે ગમ બૂટ હતા અને જ્યારે મેં ઉપર જોયું તો … એનજીઓ ચલાવો છો અને ઘૂંટણ ફાટેલા દેખાય છે?” આગળ અને પાછળ આપણે ફક્ત નિર્લજ્જ માણસ જ જોયે છે. તમને જણાવી દઈએ કે માત્ર મહુઆ મોઇત્રા જ નહીં પરંતુ ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ પણ તીરથસિંહ રાવતના નિવેદનની નિંદા કરી છે. કોંગ્રેસ પાર્ટી પણ સોશિયલ મીડિયા પર તીરથસિંહ રાવતના નિવેદનની સતત ટીકા કરી રહી છે.

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથ સિંહ રાવતના નિવેદન પર ટિપ્પણી કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું છે કે દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પર એવા માણસોને ફરક પડે છે જે મહિલાઓને તેમના કપડાથી જજ કરે છે. વિચારોને બદલો પ્રધાનજી , તો જ દેશ બદલાશે. પાછલા દિવસના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. આટલું જ નહીં, તીરથ સિંહ રાવતના નિવેદનના વિરોધમાં સોશિયલ મીડિયા પર એક નવી હેશટેગ ચલાવી રહ્યું છે. #RippedJeansTwitter.

તીરથસિંહ રાવતે શું કહ્યું?
તીરથસિંહ રાવત તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન બન્યા છે અને સતત હેડલાઇન્સમાં રહ્યા છે. ગઈકાલે તેમની પાસેથી એક નિવેદન બહાર આવ્યું હતું જ્યાં તે મહિલાઓના ફાટેલા જિન્સ પહેરવા અંગે ટિપ્પણી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ કેવા સંસ્કાર છે. તીરથસિંહ રાવતે યુવાનોને પણ પશ્ચિમની સંસ્કૃતિ તરફ આકર્ષિત થવા અને સંસ્કાર શીખવા વિશેનું નિવેદન આપ્યું હતું. તેને લઇને ભારે હંગામો થયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top