સ્ત્રીઓના શારિરીક અને માનસિક શોષણ અત્યંત દુ:ખદ અને અયોગ્ય ઘટના છે. અમુક વાર પીડિતા વારંવાર શારીરિક શોષણ થયું હોય તો પણ છ માસ કે વર્ષ બાદ ફરિયાદ કરે! આવું શા માટે? ઘણા સમય પહેલાંની ઘટનાની ફરિયાદ કરી શકો છો તો તાજેતરમાં જ જો એ અઘટિત ઘટના બની હોય કોઇ પણ યુવતી કે સ્ત્રી સાથે તો એ જ સમયે ફરિયાદ કરતા શા માટે ડરવું જોઇએ? વારંવાર બળાત્કાર કરીને પછી લગ્નની ના પાડનાર પુરુષો પણ આ સમાજમાં છે જ! તો બંને પક્ષની સંમતિથી જો સંબંધ બંધાયો હોય તો પહેલી વાર જ સ્પષ્ટપણે ના કહી શકાય ને? જયારે ન્યાયાલયમાં કેસની સુનાવણી થાય ત્યારે કૃત્ય કરનાર વ્યકિત નિર્દોષ સાબિત થઇ જાય અને કયારેક પીડિતાને યોગ્ય ન્યાય ન પણ મળે. અપવાદ સર્વત્ર હોય. ઘણા સમય બાદ ફરિયાદ કરવાથી કયારેક પુરાવાને અભાવે કે પછી અન્ય કારણસર આરોપી ‘બા ઇજ્જત’ છૂટી જાય છે! અને પીડિતાને બદનામીનો સામનો કરવો પડે છે. કોઇ પણ વ્યકિત પર અંધવિશ્વાસ મૂકતાં પહેલાં પ્રત્યેક યુવતીએ સો વાર વિચાર કરવો જ રહ્યો. ચરિત્ર એ અણમોલ બાબત છે. એનું હનન ન જ થવું જોઇએ. સ્ત્રીઓ પણ દીર્ઘદૃષ્ટિ કેળવે અને શારીરિક સમર્પણ કરતાં પહેલાં વિચાર કરે.
સુરત – નેહા શાહ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.