સુરત: (Surat) સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં (Market) મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કાપડના ગોડાઉનમાં (Textile Godown) ઘસી આવેલ મહિલાઓ સહિત શખ્સોએ હુમલો કર્યો હતો. પ્લાસ્ટિકના પાઇપ અને ખુરશી વડે વેપારી સહિત કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ કાપડના ગોડાઉનમાં તોડફોડ કરી હતી. પ્લાસ્ટિકના પાઈપ અને ખુરશી વડે વેપારી સહિત કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓફિસમાં તોડફોડ કર્યા બાદ વેપારીને જાનથી મારી નાખવા અંગેની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ટોળા દ્વારા કપડાના ગોડાઉનમાં હુમલો કરવામાં આવે છે. જેમાં ટોળામાં રહેલી મહિલાઓ પણ ક્રુર રીતે કેટલાક લોકોને માર મારે છે. કાપડ માર્કેટમાં મારામારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યો છે. કાપડના ગોડાઉનમાં ઘસી આવેલી મહિલાઓ સહિત શખ્સોએ હુમલો કર્યો હતો. આ દૃશ્યો જોતા લાગી રહ્યું છે કે સુરતમાં કાયદો અને વ્યવસ્થા પર કાબુ મેળવવામાં પોલીસ સતત નિષ્ફળ જઇ રહી છે. પોલીસને હવે માત્ર માસ્ક, વાહનોના દંડ ઉઘરાવવામાં જ રસ હોય તે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં લોહિયાળ બની છે. જેના કારણે પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સલાબતપુરા વિસ્તારમાં આવેલા શૈત્રુજીવાડમાં મોહમ્મદ જુનેદ રાઈન પોતાના કાપડના ગોડાઉનમાં બેઠા હતા. આ સમયે મહિલાઓ સહિત કેટલાક લોકો ઘૂસી ગયા હતા. અને આડેધડ માર મારવા લાગ્યા હતા. યુવકો અને મહિલાના હાથમાં ખુરશી અને પ્લાસ્ટીકની પાઈપ વડે માર માર્યો હતો. માર માર્યા બાદ ઓફિસમાં તોડફોડ કરી હતી અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીની સમગ્ર ઘટના ઓફિસમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
હુમલાની ઘટના બાદ સલાબતપુરા પોલીસે આરોપી સલમાન ઇમરાન સહિત મહિલાઓ મળી નવ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ શેત્રુજીવાડમાં આ ઘટના બની હતી. વેપારી મોહમ્મદ જુનેદ રાઈનની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજી સુધી હુમલો શા માટે કરવામાં આવ્યો હતો અને મહિલાઓ પણ આ વેપારી પર શા માટે તુટી પડી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.