Charchapatra

સ્ત્રીઓ ત્યાગ અને ધ્યાની મૂર્તિ છે

ગાંધીજીએ કહ્યું છે કે, અહિંસાની લડતમાં પુરુષો કરતાં બહેનો વધારે ભાગ લઈ શકે, કારણ કે સ્ત્રીઓ તો ત્યાગ અને ધ્યાની મૂર્તિ એટલે અહિંસાની મૂર્તિ છે. પુરુષ-અહિંસાધર્મ બુદ્ધિથી સમજે છે, જ્યારે સ્ત્રી અહિંસા પીને જે જન્મેલી છે. પુરુષ તો જરા જેટલી જવાબદારી ભોગવી છુટી જાય બાળકોની અને કુટુંબીઓની સેવા કરવાની રહેલી છે. ભાવિ લડતના મારા સૈન્યમાં પુરુષોના કરતાં સ્ત્રીઓની જ વિશાળ પ્રમાણમાં વધુ સંખ્યામાં ભરતી થાય તો હું રાજી થઈશ.
વિજલપોર         – ડાહ્યાભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્તુત્ય પગલુ
મારા તા.૨૬ જૂન ૨૦૨૩ના “ આનો કોઈ ઉપાય ખરો કે નહી ? “ શિર્ષક હેઠળ પ્રકાશીત થયેલા ચર્ચાપત્રમાં એવી વાત કહી હતી કે વીજળી કાપ માટે કોઈક ત્રાહિત વ્યક્તિ તરફથી વીજ કનેકશન કાપી નાખવા માટે જે ખોટા મેસેજ મોબાઈલમાં આવે છે તેને માટે ફરિયાદ ટોરેન્ટ પાવર દ્વારા નોંધાવી જોઈએ. અત્યંત આધારભૂત માહિતી પ્રમાણે ટોરેન્ટ પાવર દ્વારા આ બાબતમા પોલીસ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.હવે ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસ દ્વારા જે તે ગુનેગારને જલ્દીથી જેર કરી તેમને સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ જેથી ટોરેન્ટ પાવરના ગ્રાહકોને થતી બિનજરૂરી મુશ્કેલીનો અંત આવે. આશા રાખીએ તેવી કાર્યવાહી ઝડપથી થશે. ટોરેન્ટ પાવર દ્વારા પ્રજાહિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી તે માટે ટોરેન્ટ પાવર પૂરેપૂરું અભિનંદન ને પાત્ર છે એવું નથી લાગતું ?
સુરત     –  સુરેન્દ્ર દલાલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top