નવસારી: નવસારી (Navsari) શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે. જેમાં કેટલાક રાહદારીઓના ઘટના સ્થળે જ મોત (death) નીપજ્યા છે. આવી જ એક ઘટના નવસારીના એરું ઈટાવળા રોડ પર દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની (Accident) ઘટના બની છે. જેમાં એક મોપેડ ચાલક 28 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટના પર જ મોત નિપજતાં પોલીસે (Police) કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં સાત વર્ષના પુત્રએ તેની માતા ગુમાવી છે.
- નવસારીના એરુ-ઈટાળવા રોડ પર બની દુર્ઘટના
- નવસારીમાં નોકરી પર જતી મહિલાનું ટ્રકે અડફેટે લેતા મોત
- સાત વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી
28 વર્ષીય કિષ્ના અશ્વિન પટેલ વહલી સવારે પોતાની ગામ સામાપુરથી નોકરી જવા માટે નીકળી હતી. ત્યારે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ શેરડી ભરેલા ટ્રકે મહિલાના મોપેડના પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી. મહિલા તેના મોપેડ સાથે દુર સુધી ફગોળાઇ ગઈ હતી, જેમાં મહિલાને માથા પર ગંભીર ઈજા થતા ઘટના સ્થેળ પર જ મોત નિપજ્યું હતું. મહિલા જ્વેલરીની કંપનીમાં નોકરી કરતી હતી અને રોજના સમયે તે પોતાની નોકરી માટે ઘરેથી જવા નીકળી હતી પરંતુ રસ્તામાં જ શેરડીના ટ્રકે મહિલાને અડફેટે લઈ લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાનો પતિ વેલ્ડીંગનું કામ કરે છે. અને તેમને એક 7 વર્ષનો પુત્ર પણ છે. જ 7 વર્ષના પુત્રએ માતા ગુમાવતા સિવિલ હોસ્પિટલમાં ગમગીન માહોલ ઉભો થયો હતો. અકસ્માતના સમાચાર સાંભળીને પરિવાર પર આઙ તૂટી પડ્યું હતું. પરિવાર દ્વારા માંગ કરાય છે કે ટ્રક ચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વાપી ટાઉનમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ગઠીયા ફરાર
વાપી : વાપી ટાઉનમાં મુખ્ય માર્ગ પર ચાલતા જતા દંપતી પૈકી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન બાઇક પર આવેલા બે ગઠીયા આંચકીને ફરાર થઇ ગયા હતા. ૪૦ હજારની કિંમતની સોનાની ચેઈન બે ગઠીયા આંચકી જતા ઉષાબેન અનિલભાઇ વિશ્વનાથ લાડે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉનમાં પોસ્ટ ઓફીસ પાસે શ્રીપાલ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં રહેતા અનિલભાઇ લાડ સરીગામમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની ઉષાબેન સાથે રહે છે. તેમના સંતાનો હાલ મુંબઇ રહે છે. રાત્રે જમ્યા બાદ લાડ દંપતી વાપી ટાઉનમાં બજારમાંથી જરૂરી સામાન ખરીદીને પાછા ઘરે ચાલતા જતા હતા. ત્યારે વાપી મોરારજી શોપિંગ સેન્ટર રોયલ મેડીકલ સ્ટોરની સામે રોડ પર ડીયો બાઇક પર આવેલા બે ઇસમો પૈકી પાછળ બસેલા ઇસમે મહિલાની નજર ચૂકવી તેના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી. સોનાની ચેઈન આંચકીને બંને ગઠીયા બાઇક પર હનુમાનજી મંદીર તરફ ભાગી ગયા હતા. દંપતીએ બુમાબુમ કરતા દુકાનદારો તેમજ આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ૩૦થી ૩૫ વર્ષની ઉંમરના બંને ઇસમોએ ટીશર્ટ તથા પેન્ટ પહેર્યા હતા. દોઢ તોલાની સોનાની ચેઈન જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ બતાવવામાં આવે છે તેની ચોરી થઇ હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ઉષાબેન લાડની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.