વડોદરા: ડભોઇ પોલીસ સ્ટેશનમાં વારંવાર જતા નવયુવાન સદ્દામ ગરાસીયા સાથે મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી દોઢ વર્ષ પહેલા પ્રેમના બંધનમાં બંધાયા હતા વર્ષ-૨૦૨૨ ના રોજ થી મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા તા ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ઈશ્વરભાઈ ચૌધરી અને સદ્દામ ગરાસીયા ડભોઇથી ભાગી છુટ્યા હતા અને નાટ્યાત્મક ઢબે બે જ દિવસમાં ડભોઇ પરત આવી ગયા હતા.
ત્યારબાદ મણીબેન ચૌધરીને તેઓના માતા-પિતા તેઓના ગામ થેરવાડા તા ડીસા, જિલ્લા બનાસકાંઠા લઈને જતા રહ્યા હતા ત્યાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તા ૧ માર્ચ ૨૩ ના રોજ સદ્દામ પાસે પરત આવી જતા બંને સાથે રહેતા હતા મણીબેનની ડભોઇ પોલીસ સ્ટેશનથી ડેસર પોલીસ સ્ટેશને બદલી કરાઈ હતી તેથી તેઓ તા ૨ જુલાઈ ૨૦૨૩ ના રોજ ડેસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર થઈ ગયા હતા અને ડેસર તાલુકાના વેજપુર ખાતેના કારવણીયા ફળિયામાં મયુરભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા હતા.
તા ૬ જુલાઈના રોજ મણીબેન ચૌધરીને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર જવાનું હોવાથી સવારે ૮ વાગે પોતાનું એકટીવા લઈને ગયા હતા તે સમયે મૈત્રી કરાર કરીને સાથે રહેતા સદ્દામ ગરાસીયા ડભોઇના મોટા હબીપુરા કામ અર્થે ગયો હતો બંનેને ફોન ઉપર વાત થઈ હતી કે મારે પોલીસ મથકે વાયરલેસ ઉપર નોકરી હોવાથી હું કાલે ઘરે આવીશ. આજે તા ૭ જુલાઈ સવારે ૬ વાગે સદ્દામ મોટા હબીપુરા થી વેજપુર સવારે ૭:૩૦ વાગે આવી પહોંચ્યો હતો પોણા આઠ વાગે તેને મણીબેન ને ફોન કર્યો હતો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મારા રિલિવર આવે એટલે હું વેજપુર ઘરે આવું છું સવારે ૮:૩૦ વાગ્યા સુધી ઘરે ન આવતા સદામ એ મોબાઈલ ઉપર ફોન કર્યો.
ત્યારે મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો ડેસર પોલીસ મથકે પૂછતા જાણવા મળ્યું હતું કે તેઓ ૮:૨૦ વાગે તેઓનું એકટીવા લઈને નીકળી ગયા છે ત્યારબાદ કેનાલ વાળા માર્ગે પોલીસ મથકે સદામ ગરાસિયા જવા નીકળ્યો હતો ત્યારે માર્ગમાં માઇનોર કેનાલ પાસે મણીબેન નું એકટીવા ચાલુ હાલતમાં પડેલું હતું આસપાસમાં તપાસ કરી પરંતુ ક્યાંય મણીબેન દેખાયા નહીં પરંતુ નજીકના ખેતરમાં કામ કરતાં એક ભાઈએ જણાવ્યું હતું કે સવારે ગાડીમાં 3 અજાણ્યા ઈસમો ઉતરી એકટીવા લઈને આવેલા બહેનને તેમની ગાડીમાં ખેંચીને બેસાડી લઈ ગયા છે તેઓની વાત સાંભળીને તાબડતોબ ડેસર પોલીસે ફરિયાદ નોંધાવી હતી.