નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) પાછલા ચાર દિવસમાં બીજી વાર મહિલાઓ સાથે ખરાબ વર્તન અને જાહેરમાં મારપીટના બનાવો સામે આવ્યા છે. અસલમાં પશ્ચિમ બંગાળમાં ગઇકાલે 30 જૂનના રોજ રસ્તાની વચ્ચે એક યુગલને (Couple) નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તેમજ આ ઘટનાનો એક વીડિયો વાયરલ (Video Viral) થયો હતો. ત્યારે આ ઘટના વિશે ભાજપાએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આ વાઇરલ વીડિયો પશ્ચીમ બંગાળના ઉત્તર દિનાજપુરનો છે, કે જેમાં એક વ્યક્તિ કપલને માર મારતો જોવા મળે છે. માર મારનાર વ્યક્તિની ઓળખ તજેમુલ ઉર્ફે ‘JCB’ તરીકે કરવામાં આવી છે, તજેમુલ વીડિમાં દેખાતા છોકરા અને છોકરીના પ્રેમને ‘ગેરકાયદેસર’ ગણાવીને માર મારી રહ્યો હતો. અસલમાં તજેમુલ આ યુગલને પંચાયતમાં માર મારી રહ્યો હતો.
ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વીડિયોને લઈને રાજ્યની મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા, તેમજ કહ્યું હતું કે, ‘દીદીના બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી.’ આ સાથે જ BJP અને CPI(M) નેતાઓએ વીડિયોમાં દાવો કર્યો છે કે માર મારનાર વ્યક્તિ તૃણમૂલ કોંગ્રેસના નેતા તજેમુલ છે. જે સ્થાનિક વિવાદોમાં ‘ઝડપી ન્યાય’ આપવા માટે જાણીતો છે. ત્યારે આ પ્રેમી યુગલને પણ ઝડપી ન્યાય આપતા તેણે બંનેના પ્રેમને ગેરકાનુની જાહેર કર્યો હતો અને રસ્તા ઉપર જાહેરમાં માર માર્યો હતો.
આરોપીની ધરપકડ, TMC MLAનું નિવેદન
પશ્ચિમ બંગાળ પોલીસે આ કેસમાં તજેમુલની ધરપકડ કરી હતી, ત્યારે ચોપરાના ટીએમસી ધારાસભ્ય હમીદુલ રહેમાનનું આ બાબતે એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે મહિલાની પ્રવૃત્તિઓ અસામાજિક છે. જો કે, હમીદુલે કહ્યું કે તજેમુલને ટીએમસી સાથે કોઈ લેવાદેવા નથી.
હમીદુલ રહેમાને વધુમાં કહ્યું કે આ ગામડાનો મામલો છે અને તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ, પરંતુ મહિલાએ પણ ખોટું કર્યું છે. તેણીએ તેણીના પતિ, પુત્ર અને પુત્રીને છોડી દીધા જે ખોટું છે. ધારાસભ્યએ કહ્યું કે મુસ્લિમ રાષ્ટ્ર અનુસાર અહીં કેટલાક નિયમો અને ન્યાય છે. જેનું પાલન થવું જોઇયે.
ભાજપે કહ્યું- શું ટીએમસી બંગાળને મુસ્લિમ રાજ્ય તરિકે જાહેર કર્યું છે?
આ ઘટનાને લઈને ભાજપે ટીએમસી પર પ્રહારો કર્યા હતા. તેમજ એક્સ હેન્ડલ પરની એક પોસ્ટમાં ભાજપે કહ્યું હતું કે, મમતાના ધારાસભ્યો મુસ્લિમ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે. શું ટીએમસીએ પશ્ચિમ બંગાળને મુસ્લિમ રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું છે? જેમાં શરિયા શાસન લાગુ કરવામાં આવશે?