દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને યાદ અપાવે છે કે સમાજના નિર્માણ અને વિકાસમાં મહિલાઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. નારી માત્ર પરિવારની જવાબદારીઓ નિભાવતી વ્યક્તિ નથી, પરંતુ શક્તિ, સંસ્કાર અને પ્રેરણાનું સ્ત્રોત પણ છે. નારી એ એવી શક્તિ છે જે પરિવારને જોડીને રાખે છે અને આવનારી પેઢીને સારા સંસ્કારો આપે છે. જ્યારે એક મહિલા મજબૂત અને સન્માનિત હોય છે, ત્યારે તેનો સકારાત્મક પ્રભાવ સમગ્ર સમાજ પર જોવા મળે છે. મારા જીવનમાં પણ એવી ઘણી મહિલાઓ છે જેમણે મને જીવનના સાચા મૂલ્યો શીખવ્યા છે. મારી માતા શ્રીમતી મંજુ દેવી વિશ્વકર્મા એ હંમેશા અમને મહેનત, ઈમાનદારી અને સારા સંસ્કારોનું મહત્વ સમજાવ્યું છે.
મારી પત્ની પૂજા વિશ્વકર્મા દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઊભી રહીને જીવનમાં સહકાર અને સમજણની ભાવનાને મજબૂત બનાવે છે. મારી બહેન અનુ વિશ્વકર્મા હંમેશા પરિવારમાં પ્રેમ અને અપનાપો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. અને મારી દિકરી અંશિકા વિશ્વકર્મા અમારા પરિવારની ખુશી જ નહીં, પરંતુ ભવિષ્યની આશા પણ છે. દિકરીઓને શિક્ષણ અને સન્માન આપવું એ એક સારા અને પ્રગતિશીલ સમાજની ઓળખ છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના અવસરે આપણે સંકલ્પ લેવો જોઈએ કે આપણે દરેક મહિલાનો સન્માન કરીશું અને તેમને આગળ વધવા માટે સમાન તક આપશું. નારીનો સન્માન જ એક સશક્ત અને પ્રગતિશીલ સમાજની ઓળખ છે.
સુરત – પવનકુમાર ડી વિશ્વકર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.