National

હિમવર્ષા વિના જ કાશ્મીર અને લદ્દાખમાં નદીઓ થીજી ગઈ, પારો માઈન્સમાં પહોંચ્યો

શ્રીનગર: કાશ્મીર (Kashmir) અને લદ્દાખ (Ladakh) માં સૌથી ઠંડા વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે. આ બંને વિસ્તારોમાં 21મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી સૌથી ઠંડું વાતાવરણ રહે છે. આ ઋતુ જે 40 દિવસ સુધી ચાલે છે તેને ચિલ્લા કાલન કહેવામાં આવે છે. આ સિઝનમાં લદ્દાખની તમામ નદીઓ, નાળાઓ અને ધોધ થીજી જાય છે અને તાપમાન માઈનસ 20 ડિગ્રી અને દ્રાસમાં માઈનસ 40 ડિગ્રી થઈ જાય છે.

તળાવો અને ઝરણાઓ થીજવા લાગ્યા
શ્રીનગરમાં તાપમાન માઈનસ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ સીઝનની શરૂઆત સાથે જ શ્રીનગરમાં તળાવો અને ઝરણા પણ ધીમે ધીમે થીજવા લાગ્યા છે. જો કે, કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા થઈ નથી, જ્યારે તીવ્ર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. લદ્દાખમાં નદીઓ, નાળાઓ અને ધોધ જામી જવાને કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. પર્વતો પર બરફની જાડી ચાદર દેખાય છે, જે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ શ્રીનગરમાં નદી પર હળવો બરફ જમા થવા લાગ્યો છે.

કેવું રહેશે આગામી દિવસોમાં તાપમાન?
શ્રીનગરમાં આજે લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 12 ડિગ્રી હતું. તેમજ 22 અને 23 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી નોંધાઈ શકે છે. મહત્તમ તાપમાન વિશે વાત કરીએ, તો તે 12 ડિગ્રી હશે. 23 થી 27 ડિસેમ્બરની વચ્ચે લઘુત્તમ તાપમાન -2 થી -5 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. મહત્તમ તાપમાન 8 થી 12 ડિગ્રી રહેવાની સંભાવના છે. લેહમાં બુધવારે કે 21 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન -12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 3 ડિગ્રી હતું. તે જ સમયે, 22 ડિસેમ્બરે, લઘુત્તમ તાપમાન -11 ડિગ્રી રહેશે, મહત્તમ તાપમાન 3 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેમજ 22 ડિસેમ્બરે આકાશ વાદળછાયું રહી શકે છે. આ સિવાય 23 થી 27 ડિસેમ્બર સુધી અહીં લઘુત્તમ તાપમાન -10 થી -12 ડિગ્રી નોંધાઈ શકે છે. કારગીલમાં લઘુત્તમ તાપમાન -11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાઈ શકે છે. તેમજ 22 ડિસેમ્બરે, લઘુત્તમ તાપમાન -12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 4 ડિગ્રી રહી શકે છે. 23 થી 27 ડિગ્રી વચ્ચે, અહીં લઘુત્તમ તાપમાન -10 થી -12 ડિગ્રી નોંધવામાં આવી શકે છે. તેમજ મહત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રી રહેશે.

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ઉધમપુરના દેવલ પુલ પર ભૂસ્ખલન
જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના ઉધમપુર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે સૌથી વ્યસ્ત જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બુધવારે સવારે બંધ થઈ ગયો હતો. “ઉધમપુરના દેઓલ પુલ પર ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો હતો,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલન બાદ પથ્થરનો મોટો હિસ્સો રસ્તા પર પડ્યો હતો. “પુરુષો અને મશીનરીની મદદથી માર્ગને સાફ કરવા માટે કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ટ્રાફિક પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે.

Most Popular

To Top