Vadodara

ગેરબંધારણીય આદેશને પરત ખેંચી લોકશાહી ઢબે સેનેટની ચૂંટણી કરો

વડોદરા : એમ.એસ. યુનિ.ની સેનેટની ટર્મ 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી હોઈ તે પહેલાં ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરાઇ હોવાથી  ચૂંટણી નિર્ધારિત  તારીખે અને સમયે જ યોજાવી જોઈએ તેવી માંગણી સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતની આગેવાનીમાં યુનીના.રજિસ્ટ્રાર ડો કે. એમ. ચુડાસમને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદન પત્રમમાં શિક્ષણમંત્રીને રજુઆત કરાઈ હતી કે  મ.સ.યુનિની ગરિમા અને પ્રતિષ્ઠા બચાવવા માટે  રાજકારણ  બાજુ પર મૂકીને પર રાખીને બંધારણીય રીતે સેનેટની ચૂંટણ યોજવા જણાવાયું હતું.

શહેરના સીનીયર સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત સાથે સેનેટ સભ્યો એડવોકેટ  કમલ પંડયા , કપિલ જોશી તેમજ પૂર્વ સેનેટ સભ્યો અમર ઢોમસે, કિશોર પિલ્લે, સહિત  પૂર્વ સેનેટ સભ્યોએ શિક્ષણમંત્રી, કુલપતિ, ઉપ કુલપતિ સહિત યુનિ.ના રજિસ્ટ્રારને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગેરબંધારણીય રીતે કરેલ આદેશને પરત ખેંચી લોકશાહી પધ્ધતિ થી ચૂંટણી પૂર્ણ કરાય તેવી માગણી કરી છે. ભાજપના પરિવારવાદની લડાઈમાં યુનિના શિક્ષણનું કચ્ચર ઘાણ નીકળી રહ્યું છે.

મ.સ. યુની. સ્વાયત્ત સંસ્થા છે. ગ્રાન્ટ ઇનએઇડથી ચાલતી પુરષ્કૃત સંસ્થા છે. સરકાર કે ભાજપની દયાથી ચાલતી નથી. કે કોઈની જાગીર નથી. મ.સ.યુનિ.અણઘડ શાસકો દ્વારા યુનિની સર્વોચ્ચ સંસ્થા સેનેટની ચૂંટણીની જાહેરનામું પાડ્યા બાદ ચૂંટણી પ્રક્રિયાને 4-મહિનાથી વઘારે સમય વીતી ગયો હોઈ તેમજ તમામ પ્રક્રીયા ચાલુ હોય ત્યારે યુનિ રજિસ્ટ્રાર દ્વારા  ચુંટણી માટે સરકારની પરમિશન લેવી પડશે.

સેનેટ સભ્યોની કેટલીક માંગણીઓ


1) એકવાર ચૂંટણી પ્રક્રીયા શરૂ થયા પછી તેને સ્ટોપ કરી શકાય નહીં..
2) ચૂંટણી માટે કે પ્રક્રીયા માટે સરકારની મંજૂરી લેવી તે કાયદામાં નથી.3) યુનિ.ના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારે ચૂંટણી બંધ કરવાનો આવો પ્રીસીડન્ટ નથી.આજ દિન સુધીમાં ચુંટણી પ્રક્રીયા શરૂ થયા પછી ક્યારેય ચૂંટણી બંધ રહી નથી.
4) ચૂંટણી ન કરવાનો કે પ્રક્રિયા રોકવાનું યુનિ.એકટમાં કોઈ પ્રોવિઝન નથી..
5) યુનિ.ના એકટ મુજબ સરકારના નામે ચૂંટણી રોકી શકાય નહીં.અને તમો સરકારના નામે તમો આ આદેશ આપી જ ન શકો.એ ગેર બંધારણીય અને ગેરકાયદેસર કૃત્ય છે.

Most Popular

To Top