દાહોદ: રાજ્ય સરકારે રાજ્યની આઠ મોડેલ ડે સ્કૂલ બંધ કરવાના નિર્ણય ને પગલે દાહોદ જિલ્લા ની બે સ્કૂલ બંધ થવાથી 600 ઉપરાંત બાળકો નું અંધકારમય બન્યું છે. રાજ્ય સરકાર દ્રારા આદિવાસી વિસ્તારો માં અધતન શિક્ષણ માટે મોડેલ ડે સ્કૂલો શરૂ કરી હતી જેને પગલે ગ્રામ્ય વિસ્તાર ના ગરીબ આદિવાસી બાળકો માટે આ શાળા ઑ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી પરંતુ એકાએક સરકાર દ્રારા રાજ્ય ની આઠ શાળા બંધ કરવાના નિર્ણય ને પગલે દાહોદ જિલ્લા આ આવેલ ગરબાડા તાલુકા ની વજેલાવ માં ચાલતી મોડેલ ડે સ્કૂલ અને ધાનપુર તાલુકાનાં અગાસવાણી ની મોડેલ ડે સ્કૂલ પણ બંધ કરવાના નિર્ણય થી વાલીઓ માં નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકો ની માંગ છે કે આ શાળા ચાલુ રહેવી જોઇયે. આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લા ના આદિવાસી ખેડૂતો મોટે ભાગે ખેતી અથવા મજૂરી કામ પર નિર્ભર હોય છે લોકો રાજ્ય ના અન્ય જિલ્લા ઑ માં રોજીરોટી માટે પણ હિજરત કરતાં હોય છે ત્યારે આર્થિક કટોકટી ને પગલે બાળકો ને સારું શિક્ષણ આપવું શક્ય નથી.
દાહોદની બે સ્કૂલ બંધ થવાથી 600 ઉપરાંત બાળકોનું ભાવિ અંધકારમય
By
Posted on