Charchapatra

સવ્યસાંચી વિસતૃત અર્થ સાથે

દિનાંક પચ્ચીસ ઓક્ટોબરના ચર્ચાપત્ર વિભાગમાં સવ્યસાચી આ શબ્દને શિર્ષક તરીકે લઈ એક “ચર્ચાપત્ર” પ્રગટ થયેલુ. સ્વભાવિક વાત છે લખનારે બાણાવાળી અર્જુન પર જ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ હોય પણ મહાભારતના એ પાત્ર કરતા આપણી સંસ્કૃતિના એક ભાગ સમી, આપણી ભારતીય ભાષા સંસ્કૃતને, તેના આ એક શબ્દને “લોક ઉપિયોગી” બનાવવા તેના અર્થનો ફરી ઉલ્લેખ કરૂં તો… જે વ્યક્તિ ડાબા અને જમણા હાથ (કે પગ) નો એક સરખો ઉપયગ કરે છે તેને સવ્યસાંચી કહેવાય છે. બાણાવાળી અર્જુનમાં આ કૌશલ્ય હોવાને કારણે તેમનુ એક નામ સવ્યસાચી છે.

પરંતુ આ લૌકિક જગતમાં પણ આપણા ગાંધી બાપુ, માર્ટિન લૂથર કિંગ અને અમેરિકન પ્રેસીડન્ટ ઓબામાના નામો આ કૌશલ્ય ધરાવનારાઓમાં જોવા મળે છે. સૌથી વધારે જો કોઈ દ્રષ્ટાંત હોય તો રમતગમત ક્ષેત્રે સચિન તેંડુલકર જે આમ તો જમણેરી બેટ્સમેન અને સ્પીન બોલર હતા પણ ક્યારેક થ્રો કરવા કે લખવા/જમવા જેવા કામોમાં ડાબેરી હતા. જુના જમાના ના એકનાથ સોલકર જમણે કે ડાબે હાથે બાઉન્ડ્રી લાઇન પરથી ચપળતાથી બોલ રીટર્ન કરતા હતા. જો કે સાચા સવ્યસાચી કહી શકાય એવા વિદર્ભના અક્ષય કરનેવાર છે. જેઓ સ્પીનર છે, 2017 માં બરોડા સામે ચાર ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.
પાલણપોર, સુરત      –  ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top