Gujarat

સુરતમાં 5 સાથે રાજ્યમાં કોરોનાના વધુ નવા 20 કેસ, 20 દર્દી સાજા થઈ ગયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 5 સહિત 20 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,15,556 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 5, ભાવનગર ગ્રામ્યમાં 3, અમદાવાદ, વડોદરા, ભાવનગર નવસારી અને વલસાડમાં 2-2, જ્યારે વડોદરા ગ્રામ્યમાં 1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 133 થઈ છે. જમાં 133 દર્દીઓ સ્ટેબલ છે અને 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 6,35,197 વ્યકિતઓને રસી આપવામાં આવી

રાજ્યમાં આજે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 22 અને બીજો ડોઝ 4,137 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 79,013 અને બીજો ડોઝ 89,795, આ ઉપરાંત 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,15,644 અને બીજો ડોઝ 2,46,586, મળી આજે કુલ 6,35,197 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,79,90,925 વ્યકિતઓને રસી આપવામાં આવી છે

Most Popular

To Top