રાજ્યમાં ગઈકાલે કોરોનાના 15 કેસો હતા. જે ગુરૂવારે વધીને 22 સુધી પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 4, વડોદરા મનપામાં 3, ભાવનગરમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, સુરત જિલ્લામાં 1 એમ કુલ 22 કેસો નોંધાયા છે.
જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23 દર્દીઓને રજા આપવામાં આવી છે.હાલમાં રાજ્યમાં 149 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 143 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 815446 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 10082 દર્દીઓનું મૃત્યુ થયું છે.
આજે દિવસ દરમ્યાન રાજ્યમાં 2.65 લાખ લોકોનું રસીકરણ થયું છે. જેમાં 45 ર્ષથી વધુ ઉંમરના 27448 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉમરના 36398 લોકોને રસીનો બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 82337 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18-45 વર્ષ સુધીના 117780 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.35 કરોડ લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા રસી અપાઈ ચૂકી છે