Charchapatra

AI ટૂલનો વિવેકી ઉપયોગ

ટેક્નોલોજીની દુનિયામાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો  દબદબો  છે. રોજિંદા કાર્યોમાં સહાયકની ભૂમિકા ભજવે છે અને હવે શિક્ષકની ભૂમિકા ભજવવા પણ તૈયાર છે! એવું કહેવાય છે કે જે કામમાં માનવ બ્રેઇનની જરૂર પડે છે, તે  કામ AI ની મદદથી આસાનીથી થઈ શકે છે. એવી માન્યતા પણ છે ને અનુભવ્યું પણ છે કે માણસે પોતાની શારીરિક કે બૌધિક ક્ષમતા વિકસાવવા સતત શરીર અને મગજ બન્ને પાસેથી કામ કરાવતા રહેવું પડે.

આપણે સહુ આજકાલ AI ટૂલ નાં ઉપયોગથી ખુશ થઈ રહ્યા છે પણ દૂરગામી વિચાર કરીએ તો  માનવીય મગજની બૌદ્ધિક તેમજ શારીરિક ક્ષમતાને વિકસવા માટેની તકો આ AI ટૂલ છીનવી રહ્યું છે. ભવિષ્યમાં માનવજાતને આળસુ તેમજ ગુલામ બનવાની દિશા તરફ લઈ જાય તો એ શક્યતા ને નકારી કાઢી શકીએ નહીં. AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ  પરંતુ તેના ઉપયોગની સાથે સાથે દરેકે પોતે પણ પોતાની જાતને માંજતા રહેવું પડેશે નહીતર તેના ક્યારે ગુલામ બની જશું તેની આપણને ખબર પણ નહી પડશે.
સુરત     – સીમા પરીખ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top