સુરત: સુરત (Surat) શહેરમાં દિવાળીના (Diwali) દિવસે ઠંડીમાં (Cold) સામાન્ય વધારો અનુભવાયો હતો. બીજી બાજુ અરબસાગરમાં (Arabian sea) ડિપ્રેશનને લીધે વાદળછાયું વાતાવરણ સર્જાતા બે દિવસથી વાદળછાયું (Cloudes) વાતાવરણ રહ્યું હતું. જેના લીધે સુરત શહેરના છુટાછવાયા વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગના (Weather Department) જણાવ્યા મુજબ અરબ સાગરમાં બે દિવસથી ડિપ્રેસન સર્જાયું હતું. જેની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સોમવારે આ ડિપ્રેશન મુંબઈથી પશ્ચિમ દિશામાં ઘણુ દૂર જતા વાતાવરણમાં સામાન્ય ઉઘાડ જોવા મળ્યો હતો. ગઈકાલે તો શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. વાદળછાયું વાતાવરણ રહેતા ગઈકાલે તાપમાનનો પારો ગગડીને 31.2 ડિગ્રીએ પહોંચ્યું હતું.
ગાંધીનગરમાં તાપમાનનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો, ડિસેમ્બર-જાન્યુઆરી ગુજરાતીઓને ધ્રુજાવશે
અત્યારે રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પવનો તેજ થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડશે એવી આગાહી છે. નલિયામાં 13.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.08 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે તાપમાનનો પારો 11 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે એવી આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના
હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. તંત્ર દ્વારા માછીમારો અને ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી છે. ગોડાઉનમાં મુકેલું અનાજ વરસાદથી સાચવવાના પગલાં ભરવા તાકીદ કરાઈ છે.