Gujarat

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા 5.2 ડિગ્રી સાથે ફરી ઠંડુગાર

ઉત્તર ભારત તેમજ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) બરફની ચાદર છવાઈ છે. જેની અસર ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલી હિમવર્ષાને પગલે હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી દર્શવાઇ હતી. જેને લઇને અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ તેમજ કચ્છમાં પારો ગગડ્યો છે.

નલિયામાં ફરી એક વાર ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં તાપમાનનો પારો 9.5 ડિગ્રી ગગડીને 5.2 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આ તરફ આજે શનિવારે લઘુતમ તાપમાન વધુ નીચે જવાની સંભાવના છે. જેને કારણે ગુજરાતીઓની ઉત્તરાયણ કૂલ કૂલ બની રહેશે. રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો બેથી છ ડિગ્રી નીચે ઉતરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં શીત લહેર વચ્ચે લોકોએ શનિવારે ધાબા પર તડકામાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

Most Popular

To Top