U19 World Cup: ભારતને 79 રને હરાવી ઓસ્ટ્રેલિયા બન્યું અન્ડર 19 વર્લ્ડકપ વિજેતા – Gujaratmitra Daily Newspaper

Sports

U19 World Cup: ભારતને 79 રને હરાવી ઓસ્ટ્રેલિયા બન્યું અન્ડર 19 વર્લ્ડકપ વિજેતા

દક્ષિણ આફ્રિકા ખાતે રવિવારે 11 ફેબ્રુઆરીના રોજ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં (World Cup Final) ભારતનો (India) સામનો ઓસ્ટ્રેલિયા (Australia) સામે થઈ હતો. ઓસ્ટ્રેલિયા અન્ડર 19 વર્લ્ડકપ વિજેતા બન્યું હતું. અંડર 19 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 253 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેનોનીમાં કાંગારૂ ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 253 રન બનાવ્યા હતા. અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલનો આ સૌથી મોટો સ્કોર હતો. ઓસ્ટ્રેલિયા તરફે હરજસ સિંહે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હ્યુજ વિબગન 48 રન બનાવીને આઉટ થયા હતા અને હેરી ડિક્સને 42 રન બનાવ્યા હતા. કાંગારૂઓ તરફથી રાફ મેકમિલન અને માહલી બીર્ડમેને 3-3 વિકેટ લીધી હતી.

આ પહેલા ભારતે તેને 2012 અને 2018ની ફાઇનલમાં હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પાંચ વખત આ ખિતાબ જીતી ચુકી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ચોથી વખત ચેમ્પિયન બન્યું છે. બંને ટીમો સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી. ભારત યજમાન દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને નજીકની મેચમાં હરાવ્યું હતું.

આ પહેલા આ મેચ સાઉથ આફ્રિકાના બેનોનીમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થઈ હતી. ભારતીય ટીમનું નેતૃત્વ કેપ્ટન ઉદય સહારને કર્યું હતુ. ઓસ્ટ્રેલિયાની ટીમે 42મી ઓવરમાં 200 રનનો આંકડો પાર કરી લીધો હતો. જોકે ટીમે 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયગાળા દરમિયાન ભારતીય બોલરોનો કમાલ દેખાયો હતો. ટીમનો માત્ર એક બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યો હતો. જ્યારે ભારત તરફે રાજ લિમ્બાનીએ 3, નમને 2 વિકેટ અને મુશીર ખાને એક વિકેટ લીધી હતી.

Most Popular

To Top