National

રૂબિયા સઇદ અપહરણ કેસમાં યાસીન મલિકને થઇ શકે છે આ સજા

શ્રીનગર (Srinagar): ટાડા કોર્ટે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (Jammu and Kashmir Liberation Front – JKLF) ના વડા યાસીન મલિક (Yasin Malik) વિરુદ્ધ 31 વર્ષ જુના રૂબિયા સઈદ (Rubaiya Sayeed) અપહરણ કેસમાં આરોપો મુક્યા છે. યાસીન મલિક પર રુબિયા સઈદનું અપહરણ કરીને આતંકી હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસમાં CBIએ ટાડા કોર્ટમાં (Terrorist And Disruptive Activities – TADA) ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાં યાસીન મલિક સહિત બે ડઝન આરોપીઓનાં નામ છે. ઘણા હાલમાં આમાં ફરાર છે. 31 વર્ષ જુના અપહરણના કેસમાં દેશમાં ગભરાટ ફેલાયો હતો. બદલામાં 5 આતંકીઓને ત્યાંથી રવાના કરાયા હતા. તે સમયે સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રુબિયાના પિતા મુફ્તી મોહમ્મદ સઇદ (Union home minister Mufti Muhammad Sayeed) વી.પી.સિંઘ (V.P.Singh) સરકારમાં ગૃહ પ્રધાન હતા.

જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદીઓને આ સમાચારથી ઝટકો લાગ્યો હોય એવુ લાગી રહ્યુ છે. એપ્રિલ 2019 માં, મલિકની NIA દ્વારા આતંકવાદી ભંડોળના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા JKLF પર પ્રતિબંધ મૂકાયાના એક મહિના પછી આ વિકાસ થયો. ગયા વર્ષે માર્ચમાં જમ્મુની ટાડા કોર્ટે 1990 માં શ્રીનગરની હદમાં ચાર IAF જવાનોની હત્યાના મામલામાં JKLCના વડા અને છ અન્ય લોકો સામે પણ આરોપો ઘડ્યા હતા. જેકેએલએફ 90 ના દાયકામાં એક પ્રબળ આતંકવાદી જૂથ હતું જેણે કાશ્મીરમાં ભારે પ્રભાવ પાડ્યો હતો.

મલિક સિવાય અન્ય નવ લોકોમાં અલી મહમદ મીર, મુહમ્મદ ઝમન મીર, ઇકબાલ અહેમદ ગાંડરૂ, મંજુર અહેમદ સોફી, વજાહત બશીર, મેહરાજુદ્દીન શેખ, જવિદ અહેમદ મીર અને શોકત અહેમદ બક્ષીનો સમાવેશ થાય છે. સીબીઆઈએ ટાડા કોર્ટ સમક્ષ દાખલ કરેલી ચાર્જશીટમાં આ 10 લોકોના નામ આપ્યા હતા. અન્ય 12 લોકો પણ આ કેસમાં સામેલ છે. તેમાંથી બે જીવિત નથી અને બાકીના ફરાર છે. 8 મી ડિસેમ્બર 1989 જેકેએલએફ દ્વારા રૂબિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ફારૂક અબ્દુલ્લાની (Farooq Abdullah) આગેવાનીવાળી સરકારે પાંચ જેકેએલએફ સભ્યોને જેલમાંથી મુક્ત કરવાની સંમતિ આપ્યા બાદ મુક્ત કર્યા હતા.

આરોપીઓ પર 364/368/120-B RPC. 3/4 TADA act and 27 IA અને 120-B, 368 RPC, 3/4 of TADA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 1992 માં ધરપકડ કરાયેલા મલિકને 1995 માં મુક્ત કરવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top