World

શું રશિયામાં વોટ્સએપ અને ટેલિગ્રામ પર પ્રતિબંધ લાગશે! રશિયામાં નવી મેસેજિંગ એપ લોન્ચ કરવાની તૈયારી

રશિયા વોટ્સએપ, ટેલિગ્રામ જેવી નવી મેસેજિંગ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નવી મેસેજિંગ એપનું નામ Vlad’s App છે. આ નવી લોન્ચ થતી એપ પર રશિયા સરકારનો સંપૂર્ણ નિયંત્રણ હશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિતના આદેશ અનુસાર એપને ડિઝાઈન કરવા આવી છે. રશિયાની નીચલી સંસદ દ્વારા આ એપને મંજૂરી મળી ગઈ છે.

રશિયાના માહિતી નીતિ સમિતિના વડા, સેરગેઈ બોયાર્સ્કી કહે છે કે, આ મેસેજિંગ એપ એક સુરક્ષિત મલ્ટિફંક્શનલ વિકલ્પ હશે. તેમનો દાવો છે કે આ મેસેજિંગ એપ વિદેશી અસુરક્ષિત મેસેજિંગ એપ્સનું સ્થાન લેશે. આ સાથે, તેઓ એમ પણ કહે છે કે, આ એપ રશિયાના ડિજિટલ સુરક્ષા માળખામાં રહેલી ખાલી જગ્યાઓ ભરશે.

રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી: રશિયાની નીચલી સંસદે આ એપના લોન્ચ માટે મંજૂરી આપી દીધી છે. હવે તેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મંજૂરીની જરૂર છે. રશિયાના ડિજિટલ વિકાસ મંત્રી મકસુત શાદાયેવે કહ્યું કે આવી મેસેજિંગ એપ્સ હાલમાં અમારી ટોચની પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે આવા માળખાગત સુવિધાઓ બનાવવામાં અન્ય દેશો રશિયા કરતા આગળ છે.

નવી Vlad’s Appની વિશેષતા શું : વોટ્સએપ કે ટેલિગ્રામથી વિપરીત, Vlad એપનું નિયંત્રણ સરકાર અને સ્થાનિક સંસ્થાઓ પાસે રહેશે. અહેવાલો અનુસાર, આ એપની મદદથી, યુઝર્સઓ વ્યક્તિગત માહિતી મેળવી શકશે, ચુકવણી કરી શકશે અને અન્ય કાર્યો કરી શકશે. આ ઉપરાંત, તેનો ઉપયોગ શૈક્ષણિક સેવાઓ માટે પણ કરવામાં આવશે. આ સાથે, આ એપમાં યુઝર્સઓની પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

શું રશિયાની બહાર પણ ચાલશે! Vlad’s App :હાલમાં, આ એપનો ઉપયોગ રશિયાની બહાર થશે નહીં. તેમજ રિપોર્ટ્સ મુજબ, રાશિયામાં વોટ્સએપ, ટેલિગ્રામ જેવી મેસજિંગ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

Most Popular

To Top