Sports

વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહીં?, ઓસ્ટ્રેલિયાની જજ લેશે નિર્ણય

નવી દિલ્હીઃ સપ્તાહના પ્રારંભમાં અત્યંત આઘાતજનક ઘટનાક્રમમાં ભારતની પહેલવાન વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ હતી. વિનેશ ડિસ્ક્વોલિફાઈ થવાના લીધે ફાઈનલ મેચ રમી શકી નહોતી. જોકે, આ અગાઉની મેચો જીતી વિનેશે સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. જોકે, ફાઈનલ પહેલાં વજન વધુ હોવાના લીધે તે ડિસ્ક્વોલિફાઈ થઈ હોય સિલ્વર મેડલ પણ મળશે કે નહીં તે અંગે સસ્પેન્સ ઉભું થયું હતું. ત્યારે હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે.

હવે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ) એ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને મેડલ મળશે કે નહીં તે અંગે વધુ એક અપડેટ આપ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે CASના એડહોક વિભાગે વિનેશ ફોગાટના કેસમાં અરજી નોંધી છે.

ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશે ભાવનાત્મક રીતે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. વિનેશને મેડલ મળશે કે નહીં તે મામલે ઓસ્ટ્રેલિયાના જજ હવે નિર્ણય લેશે. આ અંગેનો નિર્ણય ઓલિમ્પિકના અંત પહેલા આવી શકે છે. પેરિસ ઓલિમ્પિક 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે.

વિનેશ ફોગાટના મામલામાં CAS દ્વારા આજે 9 ઓગસ્ટના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી અને આ કેસ સાથે જોડાયેલું એક મોટું અપડેટ આપવામાં આવ્યું હતું. વિનેશનો કેસ CAS OG 24/17 વિનેશ ફોગાટ વિ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) તરીકે નોંધાયો છે.

CASએ કહ્યું કે આ કેસમાં વિનેશ ફોગાટ દ્વારા ગઈ તા. 7 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8:15 વાગ્યે અરજી આપવામાં આવી હતી. જેમાં વિનેશે વિનંતી કરી હતી કે તેણીને ફાઇનલમાં ક્વોલિફાય થવા દેવામાં આવે અને તેણીને ગોલ્ડ મેડલ સ્પર્ધા માટે લાયક ગણવામાં આવે.

CASએ જણાવ્યું હતું કે વિનેશના કેસમાં એડહોક ડિવિઝનની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે પરંતુ એક કલાકમાં મેરિટ પર નિર્ણય જારી કરવો શક્ય નથી. પરંતુ હવે આ કેસ ભૂતપૂર્વ ન્યાયાધીશ ડૉ. એનાબેલ બેનેટ એસી એસસીને મોકલવામાં આવ્યો છે. અન્નાબેલ અન્નાબેલ બેનેટ ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટમાં આ મામલે મધ્યસ્થી કરી રહ્યાં છે.

આ દરમિયાન સચિન તેંડુલકરે એક પોસ્ટમાં વિનેશ ફોગાટને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે વિનેશ સિલ્વર મેડલની હકદાર છે, જે તેને મળવો જોઈએ. સચિને પોતાની પોસ્ટમાં કહ્યું કે સમયની સાથે નિયમો બદલાવા જોઈએ.

Most Popular

To Top