Vadodara

ટ્રાફિક બૂથ ઉપર મૂકાતી જાહેરાત મુદ્દે સુરતની જેમ વડોદરા અનુસરશે?

વડોદરા: શહેર વિવિધ સર્કલો પર ટ્રાફિક જવાનોને તડકા સામે અને વરસાદથી રક્ષણ મળ માટે ટ્રાફિક બૂથ મુકવામાં આવ્યા હતા. પરંતુ આ ગેરકાયદે બૂથો મૂકીને દબાણ કરી હોવા છતાં પાલિકા કે પોલીસને પણ સુદ્ધા જાણ નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે જાહેરાતો કરીને એજન્સી, સંસ્થાઓ કરોડો કમાણી કરીને પાલિકાની તિજોરીને નુક્સાન પહોંચાડી રહ્યા છે. પાલિકા જમીન મિલકત શાખામાં ફરજ બજાવતી રાજ અને વિક્રમની જોડીની મિલિભગતના કારણે એજન્સીઓ સહિતના કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી ગયુ છે.

જેથી પાલિકાને થવા જેવી કરોડોની આવકનો બારોબાર વહીવટ થઇ રહ્યો છે. છતા તેમની સામે પગલા ભરાતા નથી. આ ગેરકાયેદ મુકાયેલા ટ્રાફિક બૂથો પરથી જાહેરાત સામે ક્યારે પગલા ભરાશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં દરેક સર્કલ તથા ચાર રસ્તામાં પાલિકાની પરવાનગી વિના આડેધડ ગેરકાયેદ હોર્ડિગ્સ ઠોકી બેસાડીને હોર્ડિગ્સનો જંગલ બનાવી દીધી હતું. નેતાઓના આશીર્વાદના કારણે એજન્સીઓ તથા સંસ્થાઓને મોકળુ મેદાન મળી ગયું હતું. અને તેમની સામે કાર્યવાહી પણ કરાતી ન હતી. તાજતેરમાં તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગેરકાયદે હોર્ડિગ્સ સામે સપાટો બોલાવ્યો હતો.

એજ્સીઓ, સંસ્થા અને કંપનીઓ પાલિકામાં પરમિશન ન લેવા પડે માટે શહેરના વિવિધ સર્કલો પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ઉનાળમાં તડકાથી સામે તથા ચોમાસામાં વરસાથી બચી શકાય માટે ટ્રાફિકના બૂથ મુકી આપવામાં આવે પરંતુ તેના બૂથ એજ્નસી દ્વારા વિવિધ પ્રકારના જાહેરાત પણ લગાવી દેવાતી હોય છે ત્યારે આવી જાહેરાત લગાવવા માટેની મંજૂર તેઓ દ્વારા પાલિકા કે પોલીસ પાસેથી મેળવી છે ખરી ? ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધતા રોડ પર આવેલા બૂથ પર કોઇને ધ્યાન ન આવે તે રીતે કંપનીની એડ કરી દેતી હોય છે. પરંતુ તેના આવક પાલિકા કે પોલીસ પાસે આવતી નથી તો પછી પાલિકાની જમીન પર દબાણ ઉભી કરીને કરોડોની રૂપિયાની કમાણી પાલિકાના તિજોરીમાંથી કોણ લઇ જાય છે. છતાં પાલિકાનું તંત્ર તેમની સામે કોઇ કાર્યવાહી કરતું નથી. છેલ્લા ઘણા વર્ષથી આ રીતે જાહેરાતનું કૌભાંડ આચરીને કંપનીઓ, એજન્સીઓ અને સંસ્થાઓ કરોડોની કમાણી કરી છે. પાલિકાને માત્ર મળી રહ્યો છે ઠેગો.

ડાયમન્ડ સિટી સુરત શહેરમાંં આવી બૂથ પર લગાવેલી જાહેરતો દૂર કરાઇ હતી, વડોદરામાં ક્યારે?
ડાઇમન્ડ સિટી સુરતમાં કેટલીક એજન્સી, સંસ્થાઓ દ્વારા મહાનગર પાલિકાના આંખમાં સેવાના નામની ધૂળ નાખીને ટ્રાફિક બૂથ પર જાહેરાતો કરી કરોડો રૂપિયા રડી લેવામાં આવતા હતા. જેથી મ્યુનિસિપલ કમિશનરે આવી જાહેરાતો સામે લાલ આખ કરી હતી અને દરેક સર્કલો પરના બૂથો પર મૂકાયેલી જાહેરાતો 5 એપ્રિલે દૂર કરવાની સૂચના ટાઉન પ્લાનિક વિભાગને આપી હતી. જેથી સુરત શહેરમાંંથી આવી બૂથ પર લગાવેલી જાહેરતો દૂર કરાઇ હતી. વડોદરા શહેરમાં બૂથ પર લગાવેલી જાહેરાતો ક્યારે દૂર કરાશે?

Most Popular

To Top