મહારાષ્ટ્રમાં રાજકારણ ક્યારે કરવટ બદલે એ કોઈ કહી ના શકે. દેશની આર્થિક રાજધાનીમાં રાજ કોનું રહેશે અને કોણ કોની સાથે જશે એ કહેવું પણ અસંભવ છે. અત્યારે તો ભાજપ – એનડીએની સત્તા છે અને એ કઈ રીતે શક્ય બન્યું હતું એ આપણે જાણીએ છીએ. છેલ્લી ચૂંટણી અગાઉ શું બનેલું અને એ પહેલાં શું બનેલું એ ઘટનાક્રમ કહે છે કે, મહારાષ્ટ્રમાં ગમે ત્યારે, ગમે તે થઇ શકે.
મહારાષ્ટ્ર મોટું રાજ્ય છે. અર્થકારણ સંદર્ભે મહત્ત્વનું છે. પણ અહીં શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડ્યો ત્યારથી એટલું બધું બન્યું છે કે, અનુપમ ખેરના શોની જેમ કુછ ભી હો શકતા હૈ..એવું કહેવા બધા મજબૂર છે. ભાજપ અને શિવસેનાની જોડી મહારાષ્ટ્રના રાજકારણની સમતુલા જાળવી રાખતી હતી. પહેલાં બાલાસાહેબ ઠાકરે અને પછી ઉદ્ધવ ઠાકરે. પણ રાજ ઠાકરે અલગ થયા અને ભાજપ સાથે વાંધો પડતાં ઉદ્ધવ અલગ થયા અને એમાં એનસીપીના શરદ પવાર બાજી મારી ગયા.
એ ઉદ્ધવને પોતાની સાથે લાવ્યા અને કોંગ્રેસ સાથે એમવીએ મોરચો બન્યો. આ મોરચો સત્તા મેળવવામાં તો સફળ થયો પણ સત્તા જાળવવામાં નિષ્ફળ રહ્યો અને શિવસેનાનાં ઊભાં બે ફાડિયાં થયા. એકનાથ શિંદે અલગ થયા અને ભાજપ સાથે ગયો અને સરકાર એનડીએની બની. ચૂંટણી થઇ અને ભાજપ વધુ બેઠકો સાથે જીત્યો અને દૃશ્ય બદલાયું પણ એ પહેલાં એનસીપીમાં ભંગાણ પડ્યું, અજીત પવાર ભાજપ સાથે ગયા અને આજે નાયબ મુખ્યમંત્રી છે. અગાઉ આવું નાટક થયું હતું.
હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વળાંક આવવાની શક્યતા જોવાઈ રહી છે અને એ છે ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવી શકે છે. પહેલો પ્રશ્ન તો એ છે કે, શું ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવી શકે? રાજ ઠાકરે, જે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ છે, તેમણે એક પોડકાસ્ટમાં ઉદ્ધવ ઠાકરે સાથે ફરી એક થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના હિત માટે રાજકીય મતભેદો બાજુએ મૂકીને સાથે આવી શકાય છે.
અને જવાબ શું આવ્યો? ઉદ્ધવ ઠાકરે, જે શિવસેના (UBT)ના નેતા છે, તેમણે જણાવ્યું કે તેમની તરફથી ક્યારેય ઝઘડો નહોતો, પરંતુ તેમણે એક શરત રાખી કે રાજ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ સાથેના સંબંધો તોડવા પડશે. તો પછી પ્રશ્ન ક્યાં છે? બંને નેતાઓ વચ્ચે ઐતિહાસિક વૈચારિક અને વ્યક્તિગત મતભેદો રહ્યા છે. રાજ ઠાકરેની MNS અને ઉદ્ધવની શિવસેના (UBT)ના કાર્યકરો વચ્ચે પણ તણાવ રહ્યો છે. વળી, રાજ ઠાકરેની ભાજપ સાથેની નિકટતા ઉદ્ધવ માટે સમસ્યા બની શકે છે, કારણ કે શિવસેના (UBT) હાલ I.N.D.I.A. ગઠબંધનનો ભાગ છે, જે ભાજપનો વિરોધ કરે છે.
માની લો કે બંને ભાઈઓ સાથે થયા તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું બદલાવ આવી શકે? સૌથી મહત્ત્વની વાત એ બને કે મરાઠી મતોનું એકીકરણ શક્ય બને. શિવસેના (UBT) અને MNS બંને મરાઠી માનુષનાં હિતોની વાત કરે છે. તેમનું ગઠબંધન મરાઠી મતોને એક કરી શકે, જે ખાસ કરીને મુંબઈ, થાણે, પુણે અને નાસિક જેવા શહેરી વિસ્તારોમાં અસરકારક રહેશે. ઉદ્ધવની શિવસેના (UBT) હાલ મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધનનો ભાગ છે, જેમાં કોંગ્રેસ અને NCP (શરદ પવાર) સામેલ છે. રાજ ઠાકરેનું સમર્થન MVAને વધુ મજબૂત બનાવી શકે, જે ભાજપ-શિંદે જૂથની મહાયુતિ સામે મજબૂત વિકલ્પ બની શકે. અને સૌથી મોટી વાત એ બને કે, એકનાથ શિંદેની શિવસેના, જે હાલ ભાજપ સાથે સરકાર ચલાવે છે, તેના મરાઠી મતોના આધાર પર આંચ આવી શકે. ઉદ્ધવ-રાજનું ગઠબંધન શિંદેની શિવસેનાને નબળી પાડી શકે.
બીજી બાજુ, ઉદ્ધવને રાજ ઠાકરેના સમર્થનથી મરાઠી મતોનો મોટો હિસ્સો મળી શકે, જે શિંદે જૂથ સામે તેમની સ્થિતિ મજબૂત કરશે. વળી, MVA ગઠબંધનની તાકાત વધશે, જે ઉદ્ધવની રાજકીય સ્થિતિને વધુ સુદૃઢ કરશે. રાજ ઠાકરેની MNS હાલ રાજકીય રીતે નબળી સ્થિતિમાં છે અને તેમની પાર્ટીએ તાજેતરની ચૂંટણીઓમાં નોંધપાત્ર સફળતા મેળવી નથી. ઉદ્ધવ સાથે ગઠબંધનથી તેમને રાજકીય પુનરાગમનની તક મળી શકે અને MNSનું રાજકીય મહત્ત્વ વધી શકે અને એ રીતે એમવીએ એનડીએને ટક્કર આપી શકે.
આવું બન્યું તો એકનાથ શિંદેનો રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાય. એમના પક્ષમાં ભંગાણ પડી શકે અને શક્ય છે કે, અજીત પવાર પણ શરદ પવાર સાથે ફરી હાથ મિલાવી લે. પણ પણ …ઉદ્ધવ અને રાજ વચ્ચે મતભેદો ઘણા બધા છે. વળી રાજ ઠાકરે એમનું રાજકીય અસ્તિત્વ ટકાવવામાં ઝાંવા મારે છે. બીજું કે, એમની હિંદુ વિચારસરણી એમવીએના પક્ષો સ્વીકારે કે કેમ? ખાસ કરીને કોંગ્રેસને વાંધો પડી શકે. પણ સત્તા માટે ગમે તે પક્ષ અને નેતા ગમે તે કરી શકે એવું આજનું રાજકારણ છે. નજીકના દિવસોમાં કોઈ ઘટના બની શકે. કારણ કે, બીએમસી ચૂંટણી નજીક છે. એ આવે એ પહેલાં જ જે થવાનું છે એ થવાનું છે.
ચન્દ્રાબાબુ નાયડુ એનડીએના સંયોજક બનશે?
ગઈ લોકસભામાં ભાજપની બેઠકો ઘટીને ૨૪૦ થઇ ગઈ અને ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશના સહારે સરકાર બની એ પછી બંને રાજ્યો અને નેતાઓને રાજી રાખવા કેન્દ્ર સરકારે ઘણી બધી આર્થિક મદદ કરી છે અને હવે નાયડુએ એમના રાજ્યની ત્રણ ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો પૈકી એક બેઠક ભાજપને ઓફર કરી છે અને એ બેઠક પરથી તામિલનાડુના નારાજ ભાજપી પ્રમુખને ત્યાંથી ચૂંટી મોકલવા ઓફર કરી છે એવા અહેવાલોના પગલે અટકળો શરૂ થઇ છે કે, શું નાયડુ ફરી એનડીએના સંયોજક બનશે?
ચંદ્રાબાબુ નાયડુ અગાઉ 2013થી 2018 સુધી NDAના સંયોજક રહી ચૂક્યા છે. અને એમણે ભૂતકાળમાં એનડીએનો સાથ છોડ્યો એ પછી આ સંયોજકપદ ખાલી પડેલું છે અને એટલે આ અટકળ શરૂ થઇ છે. બીજી બાજુ , ફેબ્રુઆરી 2025માં એક એક્સ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાએ રાજ્યસભામાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાયડુને NDAના ચેરમેન બનાવવાની વાત નકારી દીધી છે. નાયડુ 1996-2004 દરમિયાન યુનાઈટેડ ફ્રન્ટ અને NDAમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે, જેમાં 1999માં અટલબિહારી વાજપેયીની સરકારને ટેકો આપવો સામેલ છે.
હાલની માહિતીને આધારે, નાયડુના NDA સંયોજક બનવાની શક્યતા તેમના રાજકીય વજન અને TDPની ગઠબંધનમાં મહત્ત્વની ભૂમિકાને કારણે નકારી શકાય નહીં. પરંતુ, મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ આ પદ અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર નિર્ભર કરશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યોના પ્રમુખની પસંદગી બાકી છે અને એકાદ અઠવાડિયામાં આ મુદે્ નિર્ણય લેવાય એની સાથે સંયોજકનો નિર્ણય પણ લેવાઈ શકે છે..
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.