વિસાવદરની પેટા ચૂંટણીનાં પરિણામો આમ તો જૂનાં થઇ ગયાં પણ ગોપાલ ઇટાલિયા હવે ચર્ચાનો વિષય અવશ્ય બન્યા છે. વિસાવદરમાં આમ પણ ભાજપ હારતું જ હતું એટલે ભાજપને આ સીટ હારવાનું કોઈ મોટું નુકસાન નથી પણ આ જ સમયે કડી અને વિસાવદરની બે બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ તો કોઈ ચર્ચામાં જ ના આવી. તે વાત કોંગ્રેસે ગંભીરતાથી વિચારવી પડે. શું ગુજરાતમાં આવનારા સમયમાં ત્રિપાંખિયો જંગ થશે? ગઈ ચૂંટણીમાં આપ ભલે બહુ બેઠકો ન જીત્યું પણ તેને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની બહુ સીટ બગાડી અને ભાજપને ફાયદો થયો. ગુજરાતમાં આમ તો ચૂંટણીને બે વર્ષની વાર છે પણ પ્રજાએ અત્યારથી જ વિચારવું જોઈએ કે આપણે શું કરવું છે?
શું ગુજરાત બે પાર્ટી રાજનીતિથી જ ચાલશે કે બદલાવ લાવશે?
આ દેશમાં અનેક પ્રાદેશિક પક્ષો છે છતાં દેશની કમનસીબી એ છે કે આજે બધા એમ કહી રહ્યા છે કે દેશમાં મજબૂત વિરોધ પક્ષનો અભાવ છે. રાજનીતિની ચર્ચામાં હમેશાં ઇંગ્લેન્ડ અને અમેરિકાનું ઉદાહરણ આપતાં લોકો કહેતાં હોય છે કે આપણે ત્યાં પણ બે પાર્ટીનું રાજકારણ હોવું જોઈએ. આટલા બધા પક્ષો હોય અને રાષ્ટ્રીય મુદ્દાની કોઈને ચિંતા જ ના હોય એ કેવું કહેવાય!
ભારતમાં જો બે જ રાજકીય પક્ષોની રાજનીતિનો વિચાર કરીએ તો આપણા મનમાં બે જ પાર્ટીનાં નામ આવે ભાજપ અને કોંગ્રેસ. આ હિન્દી બેલ્ટની અસર ગણો કે આઝાદીના સમયથી આપણને પડેલી ટેવ ગણો. આપણને ઉત્તર ભારતની બાબતો જ મહત્ત્વની લાગે છે ,ફિલ્મો હોય, લેખકો હોય, નેતાઓ હોય, કિયા પણ હોય આપણને દક્ષિણનાં લોકો પણ આ ક્ષેત્રમાં હોય એ જલ્દી યાદ જ આવતું નથી એટલે ટુ પાર્ટી પોલીટીકસની વાત કરીએ તો એક પાર્ટી ઉત્તર ભારતની અને બીજી દક્ષિણની હોય એ આપણે વિચારી પણ શકતા નથી. વળી રાષ્ટ્રીય પાર્ટીનો ખ્યાલ પણ હવે માત્ર સૈધ્ધાંતિક બની ગયો હોય તેવું લાગે છે કારણ કોંગ્રેસ કહેવાય. રાષ્ટ્રીય પાર્ટી પણ તેની પાસે લોકસભામાં પૂરી 99 સીટ માંડ માંડ છે.
બે પાર્ટીનું જ રાજકારણ હોય એ વિચાર કરનારા એ ગુજરાતનો વર્તમાન અનુભવ કામે લગાડવા જેવો છે. ગુજરાતમાં આપણે ત્રીજા વિકલ્પને બહુ મહત્ત્વ આપ્યું નથી. જો કે ગુજરાતમાં કહેવતા ત્રીજા વિકલ્પમાં ખરેખર વિકલ્પ બનાવવાની યોગ્યતા હતી કે બન્ને મુખ્ય પાર્ટીનું નાક દબાવવા થયેલો વિરોધ માત્ર હતો એ તપાસનો વિષય છે. પણ હાલ ગુજરાતમાં બે પાર્ટીનું રાજકારણ છે તે હકીકત છે. ૧૯૯૧ પહેલાં જો બે પાર્ટીની રાજનીતિનો વિચાર કરવાનો હોત તો ચોક્કસ આપણે વિચારધારાની વાત કરતાં પણ ૧૯૯૧ પછી વિચારધારાના તમામ પ્રવાહો બદલી ચૂક્યા છીએ.
સમાજવાદી સમાજરચનાની વાત કરનારી પાર્ટી જ ખાનગીકરણ અને ઉદારીકરણ લાવી અને સત્તા મળ્યા પછી સ્વદેશીની વાત કરનારી પાર્ટી જ વિદેશી મૂડીરોકાણ માટે મહોત્સવો કરવા લાગી અને પછી અનુભવે સમજાયું કે દેશનું અર્થતંત્ર જ્યારે નીતિગત પરિવર્તન કરતું હોય ત્યારે અહીં હોવાના લાભ છે. જેમકે તમારી પાસે ગ્રાન્ટેડ સ્કૂલ હોય તો એમાં જ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ ચાલુ કરો તો નફો આપોઆપ થાય. તમારી પાસે ટ્રસ્ટનું દવાખાનું હોય તો સાથે ખાનગી હોસ્પિટલ ચાલુ કરો.
મેડીકલ કોલેજ ખોલો. ખાનગીકરણના લાભ સૌથી પહેલાં સ્થાપિત હોય એને મળે અને માટે અનેક બાબતોમાં વૈચારિક વિરોધાભાસ હોવા છતાં ભાજપ કોંગ્રેસ ખાનગીકરણ અને વેપારીકરણમાં સાથે થવા લાગ્યા. વળી વિચારધારા તો પક્ષને હોય, વ્યક્તિને તો લાભ ક્યાં એ જ જોવાનું અને બાપને એક પાર્ટીમાં રસ હોય તો દીકરો બીજી પાર્ટીમાં હોય. વર્ષોથી જે જે વિચારકો ચિંતકો સમાજશાસ્ત્રીઓ ભારતને ઓળખે છે. તેઓ કેટલીક બાબતમાં એકસરખાં વિધાનો કરે છે જેમકે ભારતમાં વિદેશથી આવનારાં ચિંતકો કે ભારતનાં વિચારકો એક વાત કહે છે કે ભારત વિરોધાભાસોનો દેશ છે. અહીં પ્રજાનું તદ્દન વિરોધી વર્તન જોવા મળવું બહુ સહજ છે.
આવું જ તમામ નવા અભ્યાસુઓનું મંતવ્ય છે કે કોંગ્રેસ અને ભાજપ બીજી બાબતોમાં વિરોધાભાસી વિચારો ધરાવતા હશે પણ આર્થિક બાબતોમાં બન્ને એક જ છે. વાત સાવ નાખી દેવાની પણ નથી કારણ કે નરસિમ્હારાવ વખતથી ભાજપ વિપક્ષમાં હોવા છતાં આર્થિક કાયદાઓ બદલાતાં ત્યારે ત્યારે કેન્દ્રને મદદ કરતું આવ્યું છે. હવે એ જ પેટર્ન મુજબ કોંગ્રેસ તમામ આર્થિક બદલાવમાં સપોર્ટ કરે છે. ઘણી વાર તો મુદ્દો એ હોય છે કે ખરડો કોંગ્રેસના સમયમાં જ બન્યો હોય છે અને તેને વર્તમાનમાં ભાજપ રજૂ કરે છે.
ગુજરાતમાં ૧૯૯૦ પછી કોંગ્રેસ સત્તામાં નથી. ૨૦૧૪ પછી હવે કેન્દ્રમાં પણ સત્તા કોંગ્રેસની નથી પણ ગુજરાતમાં સ્કૂલો કોંગ્રેસના નેતાઓની છે. કોલેજો છે. ૨૦૧૪ સુધી કેન્દ્રમાં રહ્યા એટલે ફાળવાયેલા પેટ્રોલ પમ્પોમાં લાગતા વળગતા હોય એ માની શકાય એમ છે તો જ્યારે રાજનેતાઓનાં સગાંવહાલાં જ સ્કૂલ કોલેજ ચલાવતાં હોય. દવાખાનાંઓ ખોલી બેઠા હોય. પાર્કિંગથી માંડી જાહેર જગ્યાના સિક્યુરીટી કોન્ટ્રેક્ટ એમના હાથમાં હોય. રોડ, પુલ કે અન્ય બાંધકામોના કોન્ટ્રાક્ટ સંયુક્તપણે વહેંચી લેવાતા હોય ત્યારે બે જ પાર્ટીની રાજનીતિ કદી પ્રજાના પ્રશ્નોને વાચા આપે નહિ.
વિરોધમાં જે ઝનૂન જોઈએ એ જોવા મળે નહિ. ઉપરના લેવલે રાષ્ટ્રીય નેતાગીરી ગમે તે વિચારે નીચેના લેવલે કામ કરતાં નેતાઓ હળીમળીને કામ કરવા; લાગે તો પ્રજાને જ ભોગવવાનો વારો આવે. બજારમાં જેમ બે જ ઉત્પાદકો હોય તો ઈજારનું કાર્ટેલ કરીને ગ્રાહકોનું શોષણ કરે તેમ રાજનીતિમાં પણ બે જ પક્ષ હોય અને રાજનેતાઓ જ વેપારીઓ હોય તો પ્રજાનું શોષણ થયા વગર રહે નહિ. માટે ગુજરાતીઓ વહેલી તકે બે માં રહેલી એકતા ઓળખે અને કમસે કામ ત્રીજો નહીં તો ખરેખર બીજો વિકલ્પ ગોતે તો જ તેમના ખરા પ્રશ્નોને વાચા મળે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે