અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એક ફતવો બહાર પાડવામાં આવ્યો. અમેરિકા બહાર જેનું ઉત્પાદન થયું હોય તેવી તમામ સિનેમા ફિલ્મ ઉપર હવે અમેરિકન સરકાર ૧૦૦ ટકા ટેરિફ વસૂલ કરશે. આ જાહેરાતને કારણે હૉલીવુડ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ વૈશ્વિક પ્રોજેક્ટને ઘણા મોટા પાયે અસર થશે એવી સંભાવના છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ‘અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિદેશી ફિલ્મોની હરીફાઈ સામે પોતાનું સ્થાન ગુમાવી રહી છે અને આપણો ચલચિત્રો બનાવવાનો ઉદ્યોગ અને હુનર બીજા દેશોએ જેમ બાળકના હાથમાંથી કોઈ ચોકલેટ ચોરી લે તે રીતે ચોરી લીધો છે.’
ટ્રમ્પે આ હરીફાઈ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને એ સામે અમેરિકા બહાર બનેલી ફિલ્મો ઉપર ૧૦૦ ટકા ટેરિફ નાખવાની દરખાસ્ત કરી છે. જો કે, બીજા દેશો અમેરિકા પાસેથી ફિલ્મો કઈ રીતે બનાવવી તે અંગેની જાણકારી ચોરી રહ્યા છે તે વાત ટ્રમ્પના આ સમગ્ર બાબતે પૂર્વગ્રહયુક્ત વિચાર વ્યક્ત કરે છે. ટ્રમ્પના મતે આ સમગ્ર મુદ્દો આર્થિક તેમજ વ્યૂહાત્મક મુદ્દો છે. ટ્રમ્પની ચિંતા પાછળનું મૂળ કારણ છે અમેરિકન ફિલ્મ ઉદ્યોગમાં આવેલી પડતી અને મંદી, જેને કારણે માત્ર ફિલ્મ ઉદ્યોગ નહીં પણ તેને સંલગ્ન રોજગારી તેમજ વિદેશી મુદ્રા ભંડારની કમાણી પર પણ અસર થઈ છે. ટ્રમ્પના મતે આવું થવાનું કારણ દુનિયાભરના દેશો લયબદ્ધ રીતે પોતપોતાને ત્યાં ફિલ્મઉદ્યોગનો જે વિકાસ કરી રહ્યા છે તે છે.
કોઈ અગમ્ય કારણોસ૨ ટ્રમ્પ અમેરિકન ફિલ્મ ઉદ્યોગ સાથે અમેરિકાની રાષ્ટ્રીય સલામતીના પડકાર તરીકે પણ સાંકળે છે. ટ્રમ્પના મત મુજબ અગાઉની જેમ હૉલીવુડ પાછું ધમધમતું બને અને ફિલ્મ પ્રોડક્શનમાં અમેરિકા તેની મૂળભૂત સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરે તે ખૂબ જ અગત્યનું છે. ટ્રમ્પ એવું પણ માને છે કે ઘ૨આંગણે ફિલ્મ પ્રોડક્શન માટેના સ્ટુડિયોઝને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓ વિદેશોમાં પ્રવર્તમાન ખર્ચના નીચા સ્તરને કારણે અમેરિકા બહાર ખેંચાઈ ન જાય.
ટ્રમ્પે વિદેશમાં બનેલી ફિલ્મો ઉપર સો ટકા ડ્યૂટી નાખવાની જાહેરાત તો કરી છે, જેને કારણે પરદેશમાં બનેલી ફિલ્મો અમેરિકામાં બનેલી ફિલ્મો સામે હરીફાઈ ના કરે અને ફરી પાછો હૉલીવુડનો ફિલ્મ ઉદ્યોગ ધમધમતો થાય, પણ પાયાનો પ્રશ્ન એ છે કે, ટ્રમ્પની લાગણી ગમે તે હોય, આ પગલાં થકી તે કેટલા અંશે સફળ થશે? અથવા આ એનું એક વધુ ભાવનાત્મક ગાંડપણ પુરવાર થાય તેવું તો નહીં બને ને?
આ અંગે આ ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતો બહુ આશાવાદી નથી. એમના મત પ્રમાણે ટ્રમ્પ જે નીતિને અનુસરવા માગે છે તેના થકી અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ હૉલિવુડના ભાવિમાં એકાએક કોઈ નાટ્યાત્મક પલટો આવી જાય એવું બનવાની શક્યતાઓ ધૂંધળી છે. અમેરિકાના ડિઝની અને વૉર્નર બ્રધર્સ જેવા ઘણા મોટા ફિલ્મ સ્ટુડિયોના કિસ્સામાં આંતર રાષ્ટ્રીય આંતર માળખાકીય સવલતોને કારણે તેમના ફિલ્મના બજેટમાં ધરખમ ઘટાડો શક્ય બને છે અને ફિલ્મો પ્રમાણમાં ઘણા ઓછા બજેટે વિદેશમાં શૂટ થઈ શકે છે.
કેટલાક નિષ્ણાતોનું તો અવલોકન છે કે, આ ટેરિફને કારણે ઊલટાનો અમેરિકન ફિલ્મ ઉદ્યોગ જે પોતાની પાસે ઉપલબ્ધ વિકલ્પો થકી હાલના સંયોગોમાં તરતો રહેવા માટે પ્રયત્નશીલ બની રહ્યો છે તેને પણ ઊલટી અસર થશે. આ સિવાય હવે નેટફિલક્સ જેવા પ્લેટફોર્મ અને તેમની જરૂરિયાતો તેમજ બદલાયેલી પરિસ્થિતિમાં અમેરિકન ફિલ્મઉદ્યોગ કઈ રીતે સ્પર્ધાત્મક બની શકે તે જોવા માટે એક સર્વાંગીણ નીતિની જરૂર છે. વળી આંતર રાષ્ટ્રીય સહકાર (કૉ-પ્રોડક્શન) થકી તૈયાર કરવામાં આવેલી ફિલ્મોને નવી પૉલીસીમાં કઈ રીતે જોવામાં આવશે એ બાબત પણ અગત્યની છે.
ટ્રમ્પે અમેરિકન ફિલ્મઉદ્યોગના વિકાસ આડેનું એક માત્ર કારણ વિદેશમાં ઓછા ખર્ચે શૂટ થયેલી ફિલ્મો ગણાવી છે, જે અપૂરતું લાગે છે. અમેરિકામાં જે ફિલ્મો બને તેને ઘ૨આંગણાના ઊંચા ખર્ચ સ્પર્ધાત્મક બનાવવા નથી એ સામે આ પ્રકારની સંરક્ષણાત્મક નીતિ ચાલી શકે નહીં. એક સર્વાંગીણ પ્રોત્સાહન પૅકેજ પણ આ માટે જરૂરી બનશે. આમ, ટ્રમ્પની આ જાહેરાત અધૂરી અને ઉતાવળે કરવામાં આવેલી જાહેરાત છે, જે ધાર્યાં પરિણામો નહીં લાવી શકે તેવું અત્યારે લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.