Entertainment

શું ખરેખર હવે આ અભિનેત્રી દયાભાભીનો રોલ અદા કરશે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ( tarak mehta ka ulta chasma) મેકર્સ લાંબા સમયથી દયાભાભી ( dayabhabhi) શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યાં છે. જોકે, દિશા વાકાણી ( disha vakani) શોમાં પરત ફરે તેવી શક્યતા ઘણી જ ઓછી છે. આ દરમિયાન એવી ચર્ચા થતી હતી કે શો મેકર્સ હવે આ રોલ માટે ‘યે હૈ મહોબ્બતે’ (ye hai mohhabte) ફૅમ દિવ્યાંકા ત્રિપાઠીનો ( divyanka tripathi) અપ્રોચ કર્યો હતો. હાલમાં દિવ્યાંકા સાઉથ આફ્રિકામાં રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’નું ( khatro ke kheladi) શૂટિંગ કરીને મુંબઈ પરત ફરી છે.

દિવ્યાંકાએ એક ઇન્ટરવ્યૂમાં આ અફવા પર રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું, ‘આ પ્રકારન અફવાઓ મોટાભાગે નિરાધાર તથા પાયાવિહોણી હોય છે.’ વાતચીતમાં દિવ્યાંકાને પૂછવામાં કે જો તેને આ પાત્ર ઑફર કરવામાં આવે તો તે તૈયાર છે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે આ શો ઘણો જ શાનદાર છે. આ શોનો ચાહકવર્ગ મોટો છે, પરંતુ તે આ રોલ કરવા માટે એક્સાઈટેડ નથી. તે ફ્રેશ કોન્સેપ્ટ્સ તથા નવા પડાકારોની શોધમાં છે.

આ સમાચારની સાથે સાથે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માથી દયાબહેન ગાયબ છે ત્યારે સોશિયલ મીડીયા ( social media) પર એક બીજા દયા બહેન ધૂમ મચાવી રહ્યા છે. આવો અમે તમને આ નવા દયાબહેનની મુલાકાત કરાવીએ. ટેલીવિઝન સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દયાબહેનનો રોલ દિશા વાકાની નિભાવી રહ્યા હતા. તેમના ફેન્સ રાહ જોઈને બેઠા છે કે આ શોમાં દિશા વાકાની ફરી આવે. શો ભલે દિશા વાકાની ફરી ના આવ્યા હોય પરંતુ ઈન્ટરનેટ પર એક દયાબહેન ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

દયાબહેનની કોપી કરનારી યુવતી એક કન્ટેન્ટ ક્રિયેટર છે. આ યૂટ્યૂબરનું નામ ગરિમા ગોયલ છે. જે અલગ અલગ કન્ટેટ સાથે દર્શકોને હસાવતી જોવા મળે છે. હમણાં જ ગરિમાં 24 કલાક માટે દયાભાભી બની ગઈ. તેને કોપી એજ પ્રમાણે સાડી પહેરી, હેરસ્ટાઇલ કરી અને આટલું જ નહીં દયાભાભીની સ્ટાઈલમાં ગરબા પણ રમી. ગરિમાંએ દયાબહેનના કેટલાક ફેમસ ડાયલોગ પણ બોલ્યા હતા.

Most Popular

To Top