Charchapatra

સુરતમાં ઉમેરાયેલી બે યુનિવર્સિટી મોટો ધંધો કરશે કે ઉચ્ચ શિક્ષણ આપશે?

વિત્યા થોડા મહિનામાં સુરતમાં બે વધુ યુનિવર્સિટી ઉમેરાઈ ગઇ, પણ તેનાથી કેટલા રાજી થવું તે તો ભવિષ્ય જ કહેશે. સામાન્યપણે આવી યુનિવર્સિટીના સંચાલકો મોટી કમાણીનો ઇરાદો ધરાવતા હોય છે. શિક્ષણની ગુણવત્તા વધારી નવી નવી ફેકલ્ટી શરૂ કરવી તેમનું લક્ષ્ય નથી હોતું. આ માટે ઉત્તમ અધ્યાપકોની વરણી કરવી પડે. ખાટલે મોટી ખોડ આ વરણી બાબતે જ હોય છે. ઘણા કોર્ષ શરૂ કરે પણ તે માટેના નિષ્ણાત ઉમેરાશે નહીં. સુરતમાં ઓરો યુનિવર્સિટી જે ઉચ્ચ ધોરણો સાથે ચાલે છે તેવું આ બે યુનિવર્સિટીમાં બને પછી તેની પ્રશંસા કરવી જોઈએ. બાકી યુનિવર્સિટીનું ખાનગીકરણ વધારે કમાણી રળવા જ થતું હોય છે. ઉચ્ચ શિક્ષણ મોટું વિઝન અને વહીવટ માંગે છે.

સુરત     -નીલુ ત્રિવેદી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top