Comments

શ્રીલંકા-પાક.ની કટોકટીની ભારત પર અસર પડશે?

ભારતના સૌથી નજીકના પાડોશીઓ શ્રીલંકા અને પાકિસ્તાન ઘેરી આર્થિક અને રાજકીય કટોકટીમાં સરી પડયા છે. સૌથી ખરાબ આર્થિક કટોકટી સર્જાતા શ્રીલંકાના કેબિનેટ પ્રધાનોએ તાકીદની અસરથી રાજીનામું આપ્યું છે. પાકિસ્તાનમાં તો આથીય ખરાબ રાજકીય કટોકટી સર્જાઇ છે. વડાપ્રધાન ઇમરાન ખાને વિરોધ પક્ષોની અવિશ્વાસની દરખાસ્તને અવરોધવા સંસદનું જ વિસર્જન કરી નવી ચૂંટણી માંગી છે. શ્રીલંકાની જેમ પાકિસ્તાનમાં પણ ફૂગાવો ખૂબ જ વધી ગયો છે અને તેની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે અને ખાધ વધી રહી છે. તેને આર્થિક કટોકટીમાંથી કાઢવા તેને પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જંગી રકમ આપી છે. 1947માં પાકિસ્તાનને બ્રિટીશ હકૂમતમાંથી આઝાદી મળી ત્યારથી કોઇ પાકિસ્તાની વડાપ્રધાને તેની પાંચ વર્ષની અવધિ પૂરી કરી નથી.

શ્રીલંકા અને પાકિસ્તાનની આર્થિક કટોકટીનું એક સમાન પરિબળ એ છે કે બંનેને માથે ગાજતું ચીનનું દેવું ભાગ ભજવે છે. પાકિસ્તાનનું 10 ટકાથી વધુ વિદેશી દેવું ચીનનું છે. શ્રીલંકાની પરિસ્થિતિ અલગ નથી. માળખાકીય વિકાસના નામે ચીન પાસેથી ભારે વ્યાજની લોન લેનાર રાજ પક્ષના પરિવારના નિયંત્રણ હેઠળની સરકારને દોષ દેવાય છે. આજે શ્રીલંકા લોકડાઉન હેઠળ છે અને લોકો પાસે રાજ પક્ષ પરિવારના શાસનની આ સ્થિતિ સામે વિરોધ કરવા સિવાય બીજો કોઇ માર્ગ નથી. શ્રીલંકાને પોતાના અર્થતંત્રની પરિસ્થિતિનું ભાન થયું છે જયારે પાકિસ્તાને પોતાની આર્થિક રીતે બેઠા થવાની પધ્ધતિને બમણી ગૂંચવી મારી છે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાનેબચાવવા દેશને એક પૂર્ણ કક્ષાની કટોકટીમાં ધકેલી દીધો છે.

શ્રીલંકાની આર્થિક સ્થિતિ ઘણા બધા કારણસર કથળતી જતી હતી. ખરાબ યોજનાઓ અને નીતિઓ તેમજ 2017માં ઇસ્ટર વખતે થયેલા બોંબ ધડાકા અને કોવિડ-19ને કારણે તે લાંબો સમયથી કથળતી જતી હતી અને શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્ર પર માઠી અસર થતા શ્રીલંકાની આર્થિક મુશ્કેલીઓ આ ભયંકર કટોકટીમાં પરિણમી. પાકિસ્તાન અને શ્રીલંકાની આર્થિક કટોકટી માલદીવ, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોને ચીન પાસેથી માળખાકીય સવલતો માટે લેવાતી લોન બાબતમાં ફેરવિચારણા કરવીમજબૂર કરી રહી છે. ભારત નવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, કારણ કે તેની અસર પોતાની સુરક્ષા પર પડી શકે છે. શ્રીલંકાએ ભારત પાસેથી 1.5 અબજ ડોલરની વધારાની લોન માંગી છે જેમાં 1 અબજ ડોલર તેની કથળેલી આયાત સ્થિતિને કારણે દેવું ચૂકવવા માટે છે. ભારતે એવો નિર્દેશ કર્યો છે કે નવી શાખ હરોળ માટેની વિનંતીને અમે સ્વીકારીશું. આ રકમ ચોખા, ઘઉંનો લોટ, દાળ, ખાંડ અને દવાઓની આયાત માટે વપરાશે.

આ ઉપરાંત ભારતે 40 કરોડ ડોલરની કરન્સી સ્લેબ અને 50 કરોડ ડોલરની ક્રિડિટ લાઇન ઘણી ખરીદી માટે શ્રીલંકાને આ વર્ષે આપી હતી. શ્રીલંકામાં વીજળી કાપ ઘટાડવામાં મદદ માટે તે માટે ભારતે 40,000 મેટ્રિક ટન ડીઝલ ઉપરાંત તાકીદના ધોરણે 40,000 ટન ચોખા મોકલ્યા છે. ભારતે મોકલેલો 60 ટકા માલ કોલંબો થઇને જાય છે તેથી કોલંબો વૈશ્વિક વેપાર માટે એક મહત્વનું બંદર છે. ભારત શ્રીલંકાનું એક સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને પ્રાવસનનો એક મોટો ગ્રાહક ભારત શ્રીલંકાને દર વર્ષે 4 અબજ  ડોલરની નિકાસ કરે છે જે તેની કુલ નિકાસની 1.3 ટકા થાય.

ભારતે શ્રીલંકામાં પ્રવાસન, મિલ્કત, ઉત્પાદન, સંદેશા વ્યવહાર અને પેટ્રોલિયમ વગેરે ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. તે શ્રીલંકા પર ચીનના પ્રભાવને રોકવાની એક તક તરીકે એને જુએ છે. હાલના પાકિસ્તાનના વડાપ્રધાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકા કરે છે પણ આજે તેમણે મોદીની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરે છે અને પોતાને ઉથલાવવાની કોશિષ કરવા બદલ અમેરિકાની ટીકા કરે છે. પાકિસ્તાનમાં લશ્કર સર્વશકિતમાન છે અને તે ફરી એકવાર સત્તાની સાઠમારી જૂએ છે. પાકિસ્તાને બે વાર લશ્કરી શાસન અનુભવ્યું છે. ઐયુબ ખાન અને યાહ્યા ખાન. આ દેશમાં 1958 થી 1973 સુધી ભાગ્યે જ કોઇ વડાપ્રધાન હતું. પાકિસ્તાનના ત્રણ વડાપ્રધાનોની હત્યા કરાઇ હતી, લિયાકત અલી ખાન, ઝુલ્ફીકાર અલી ભૂત્તો અને તેની દીકરી બેનઝીર ભૂત્તો. 2002થી 2022 સુધીમાં પાકિસ્તાનમાં સાત વડાપ્રધાન ગાદ પર બેઠા અને ગયા. યુસૂફ રઝા ગિલાનીએ સૌથી લાંબા કાળ વડાપ્રધાન રહ્યા. 2012માં સુપ્રીમ કોર્ટે તેમને કાન પકડી ગાદી પરથી ઉતારી મૂકયા.

ઇમરાન અને તેમના પુરોગામી નવાઝ શરીફે પોતાના કાર્યકાળના લગભગ સાડા ચાર વર્ષ પૂરા કર્યા. નવાઝે સુપ્રીમ કોર્ટમાં પનામા પેપર્સ કેસની સુનાવણી શરૂ થતાં રાજીનામું આપી દીધું. ઇમરાને 2018માં ગાંદી સંભાળી અને તા. બીજી એપ્રિલ 2022ના દિને રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ સંસદનું વિસર્જન કરતા સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત આવવાની સ્થિતિનો સામનો કરવા ઇમરાને રાજીનામું આપ્યું. સંસદનું વિસર્જન કરવાની ભલામણ કરનાર ઇમરાને દાવો કર્યો હતો કે વિરોધ પક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાનું કાવતરું અને ઉથલાવવા વિદેશી કાવતરાખોરે ઘડયું હતું. રશિયા યુક્રેન પર આક્રમણ કરતું હતું ત્યારે ઇમરાન ખાન મોસ્કોમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. તે પહેલાં તેમણે ઇસ્લામી ત્રાસવાદ સામેના અમેરિકી યુધ્ધને વખોડી નાખ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top