અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થયું. લોકસભા ચૂંટણીમાં વિજય મેળવવા પ્રાદેશિક રાજકીય પક્ષો મતદારોને રિઝવવા ભ્રામક પ્રચાર કરીને મતદારોને ઉલ્લુ બનાવતા હોય છે. આ માહોલમાં ભારતના કમળના ચિહ્ન ધરાવતાં કદાવર નેતા પોતાના એજન્ડાની વાત જ સાચી ઠેરવવા પોતે હોંશિયાર હોય તેવો લોકપ્રચાર કરે છે. ભૂતકાળની વાતો દોહરાવીને વારંવાર જુની કેસેટો વગાડતાં હોય છે. આ માહોલમાં મતદારોને કયો પક્ષ આપણને મૂર્ખ બનાવે છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ગુજરાત રાજયમાં પાંચ લાખના મતના માર્જિનથી ભાજપ ઉમેદવારને જીતાડવા સૌ પ્રથમ ઊંચું મતદાન જરૂરી છે. થયું હશે ખરું? બાકી પચ્ચીસ લોકસભા સીટ પર જો ભાજપ ઉમેદવાર પાંચ લાખના મતથી વિજય થાય તો મતદારોએ સમજવું કે EVMમાં કરામત થઇ તેવું ચોક્કસ અનામ કરી શકાય?
વર્તમાન સરકારની નિષ્ફળતા જેવી કે નોટબંધી, કમ્મરતોડ GST અદાણી કેસ, નિરવ-વિજય માલ્યા પરત લાવવા નાકામિયાબ, ખેડૂત આંદોલન, બ્રિજભૂષણ કેસ, મણિપુર હિંસા, વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલવા જુના પેન્શનરોના અઢાર મહિનાના મોંઘવારીના ભથ્થાની આપવાજોગ રકમ કોવિડ રસીકરણમાં કરોડોની રકમ વાપરવી. હવે છેલ્લે સને 2026થી અમલ થનાર 8મા નવા પગાર પંચનો અમલ કરશે તે પ્રશ્નાર્થ છે? આ બાબતે ગેરંટીની સરકારની ગેરંટી આપશે ખરી? આ લોકસભા ચૂંટણીમાં જયોતિષના અનુમાન મુજબ હોળીની જવાલા, ગ્રહણની અસર હેઠળ, તીવ્ર સ્પર્ધા, ગળાકાપ સ્પર્ધા તેમજ સત્તાધારી પક્ષને ધારણા કરતાં અચરજ પમાડે અથવા તદ્દન વિરુદ્ધ મતદાન થાય તેમ લાગે છે.
એકઝીટ પોલ સાચા પડે કે ખોટા પડે તે ચૂંટણી પરિણામના દિવસે ખ્યાલ આવશે. કદાચ 2004નું સને 2024માં પુનરાવર્તન થઇ શકે? કેન્દ્રમાં ભાજપ 370 (કલમ) + 30 સીટ અબકી બારનો ધ્યેય હોય તો, ગઠબંધન પક્ષ પર વિપક્ષ પર પ્રહાર કરવાની શું જરૂર? વિપક્ષમાં લોકશાહીની જરૂરિયાત નથી જણાતી? એક સંબોધન સ્વ. અમીન સયાનીનું કે બહેનો ઓર ભાઇઓ, વડાપ્રધાનશ્રીનું સંબોધન ભાઈઓ ઓર બહેનો જે તે શહેરનું પ્રચલિત હોય તેવી વાનગીનો ઉલ્લેખ કરીને મતદારોને વશ કરવા, મિઠાશભરી વાતોમાં ભોળવીને મત મેળવવા લલચાવશે. તેનાથી સજાગ રહેવું અત્યંત આવશ્યક છે.
કતારગામ – નાનજીભાઈ ભાણાભાઈ પડાયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.