જગદ્દગુરુ શંકરાચાર્યની પ્રસાદીરૂપ મહાકુંભ એના સ્નાનનો મહિમા અપરંપાર છે. આસ્થાવાન ભારતીયો-વિદેશીઓનાં ટોળેટોળાં ઉમટી પડયાં છે. પવિત્ર વાતાવરણમાં અંત:કરણમાં ડૂબકી મારી સ્વમાં ડોકિયું કરવાના સમયે બાર વર્ષે આવતો મહાકુંભ મેળો પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. દેશ વિદેશમાંથી લાખો લોકો ગંગાના ત્રિવેણીમાં ડૂબકી લગાવવા આવી રહ્યાના અહેવાલ છે ત્યારે ઇન્ફોસિસની કો. ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધામૂર્તિ ત્રણ દિવસ માટે મહાકુંભમાં રૂ. 43,000 કરોડથી વધુ સંપત્તિ હોવા છતાં સામાન્ય રીતે ધનકુબેરો એરપોર્ટમાંથી બહાર નીકળે ત્યારે તેમની સાથે ચાર-પાંચ બેગને પરિવારના સભ્યો કાળા કપડામાં સજ્જ કમાન્ડો સાથે નજરે પડે છે ત્યારે સુધામૂર્તિજી માત્ર એક નાનકડી બેગ ખભે લટકાવીને જોવા મળ્યાના અહેવાલ છે.
તેઓ હંમેશા તદ્દન સાદી સાડીમાં જ દૃષ્ટિગોચર થાય છે. તેમણે વર્ષો પહેલાં પોતાને પ્રિય વસ્તુઓનો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું. તેમની પ્રિય વસ્તુ-બહેનોની જેમ જ સાડી છે. તેઓ ભેટમાં મળેલી સાડી જ પહેરે છે. નવી ખરીદતાં નથી. વર્ષો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસ અધિવેશનમાં મુંબઇ એરપોર્ટ જાય છે. સિકયુરીટી ચેક કરે છે. હાથમાં ખાદીની થેલી જ હોય છે પણ આમંત્રણમાં કાર્ડ વગર રોકે છે. થોડે આગળ ચાલતાં ઇંદિરાજીને પાછળનો ચણભણાટ સાંભળવા મળે છે ને કહે છે ‘‘યે ગુજરાતના મુખ્યમંત્રીજી હૈ, ઉનકો આને દો’’ આવી જ સાદગી કરકસર આપણાં રાજકીય નેતાઓ અપનાવતા હોય તો? ધનાઢયોએ લગ્નો પણ સાદગીથી કરી શિક્ષણ સંસ્થામાં સ્થાયી ગરીબોને ભણાવવાં જોઈએ.
તાડવાડી – રમીલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)