સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો આધાર તે પ્રજાના વાજબી પ્રશ્નો કેટલી જલ્દી સાંભળે છે તેના પર છે અને સરકારનું તંત્ર કેટલું કાર્યક્ષમ છે તેનો આધાર વાજબી પ્રશ્નો સમસ્યાઓ સાંભળ્યા પછી તે માટે જરૂરી પગલાં ક્યારે જાહેર કરે છે.આ અંગે સ્પષ્ટ પરિપત્ર ક્યારે કરે છે અને તેનો અમલ કેટલો ઝડપી થાય છે તેના પર આધાર છે. વર્ષ ૨૦૦૫ થી દેશમાં નવી પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે અને હવે 20 વર્ષ પછી તેમાં જોડાયેલાં કર્મચારીઓ નિવૃત્તિના આરે આવ્યાં છે ત્યારે તેમને સમજાયું છે કે આ શેર બજાર આધારિત પેન્શન યોજનામાં કોઈ વાજબી કે સ્થિર પેન્શન મળવાનું નથી એટલે છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ નિશ્ચિત વળતરવાળી જૂની પેન્શન યોજના માગી રહ્યા છે.
ચૂંટણીલક્ષી રાજનીતિમાં ઘણાં રાજ્યોએ ચૂંટણી સમયે પોતાનાં કર્મચારીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરવાનું પણ શરૂ કરેલું અને કેન્દ્રની ચૂંટણીમાં ધાર્યાં પરિણામ ન આવ્યાં એટલે કેન્દ્ર સરકારે છેલ્લા પગારના પચાસ ટકા રકમ નિશ્ચિત પેન્શન તરીકે મળતી રહે તેવી નવી નવી પેન્શન યોજના જાહેર કરી. મિડિયામાં જાહેરાતના ઘણા સમય પછી હજુ હવે તેનું લેખિત ગેઝેટ બહાર પાડ્યું. આ ગેઝેટ મુજબ હવે તેનો અમલ થશે.
ગુજરાતમાં પણ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી વખતે કર્મચારીઓ આંદોલન ઉપર ગયાં અને સરકાના મંત્રીશ્રીએ જાહેરાત કરી કે ૨૦૦૪ પહેલાં ફિક્સ પગારમાં લાગ્યાં હોય તેવાં કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. પણ વચન આપ્યા પછી ભૂલી ગયા,વળી કર્મચારીઓએ યાદ અપાવ્યું અને બે વર્ષ પછી ફરી સત્તાવાર જાહેરાત થઇ અને જાહેરાત પછી બે મહિને પરિપત્ર થયો અને હવે અમલવારી કેવી રીતે થશે તેની રૂપરેખા બહાર પડવાની સૌ રાહ જોઈ રહ્યાં છે.
ઉદ્યોગપતિઓને જમીન ફાળવણી અને કરોડોની લોન દસ મિનિટમાં મંજૂર કરી, રાતોરાત અધિનિયમ બહાર પાડી કાર્યક્ષમતા બતાવનારું તંત્ર આ કિસ્સામાં તદ્દન ધીમી ગતિએ કામ કરી રહ્યું છે.ખેર, અત્યારે ચર્ચામાં છે નવી પેન્શન યોજનાનું જાહેરનામું. આ યુનિફાઈડ પેન્શન સ્કિમમાં નિવૃત્તિ બાદ કર્મચારીને છેલ્લા પગારના પચાસ ટકા રકમ પેન્શન રૂપે આપવાની બાંહેધરી છે પણ આટલી સરળ વાતને પણ છેલ્લા વર્ષના પગારના સરેરાશના પચાસ ટકા લાવીને ગૂંચવી છે. કેન્દ્રિય મંત્રીશ્રીએ આ યોજના જાહેર કરી પછી કર્મચારી મંડળોએ તેમાં રહેલી ખામીઓ બતાવી હતી અને કેટલીક માંગણીઓ કરી હતી જેમાં એક તો નોકરીના પચીસ વર્ષ પછી આખું પેન્શન ( ૫૦%) મળવાની વાતને બદલે જૂની પેન્શન યોજનાની જેમ વીસ વર્ષે પૂરું પેન્શન આપવું.
જેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લે તેને સાંઠ વર્ષે જ પેન્શન ચાલુ કરવાના નિયમને બદલે તે પેન્શન ઉપર ઊતરે ત્યારથી પેન્શન આપવાની વાત હતી અને સૌથી અગત્યની વાત તો એ હતી કે આ નવી પેન્શન યોજનામાં દર મહિને કર્મચારીના પગારમાંથી બેઝિકના દસ ટકા ફાળો કપાય છે અને સામે સરકાર 14 ટકા ફાળો નોંધાવે છે તે કુલ ચોવીસ ટકા જે કપાય છે તે ફંડનું શું? એન. પી. એસ. માં એ ફંડના ૬૦ % નિવૃત્તિ સમયે અને છેલ્લે બીજા 40 કર્મચારીને પાછાં મળતાં આવી યોજનામાં આ આખું જ ફંડ પેન્શન ફંડ પાસે જમા થઇ જવાનું છે અને કર્મચારીને નિશ્ચિત પેન્શન સિવાય કોઈ રકમ આ ફંડમાંથી મળવાની નથી.
કર્મચારી મંડળોની માંગણી હતી કે અમારા ફાળાની ભેગી થયેલી રકમ અમને પરત કરવામાં આવે પણ આ જાહેરનામામાં તેની પણ વાત થઇ નથી. લાગે છે કે સરકાર લોકસભાની ચૂંટણી પછી થોડી ડરી હતી પણ બે રાજ્યોમાં જીત્યા પછી ફરી પાછી જુના રંગમાં આવી ગઈ છે. જો કર્મચારીએ આપેલા ફાળાની રકમ તેને પાછી જ નથી આપવાની તો આ ફંડનું કરવાનું છે શું? તે રકમ સતત શેર બજારમાં ફર્યા જ કરશે? પેન્શન ફંડ ચલાવનારા મેનેજરો અને કંપનીઓ તે વાપર્યા કરશે? અત્યારે છવ્વીસ લાખ કર્મચારીઓ છે તે સમય જતાં એક લાખ થશે અને તેમની નોકરી દરમિયાન કરોડ રૂપિયાનો ફાળો આપે તો આ કર્મચારીઓના એક લાખ કરોડ રૂપિયા ભેગા થાય.
વળી આ તો વર્ષો સુધી ચાલવાનું એટલે આ લાખ કરોડ રૂપિયાનો માલિક કોણ? શું આ કોઈ મોટું કૌભાંડ આકાર લઇ રહ્યું છે? કે કોઈ અર્થશાસ્ત્રી, લેખકો, ચેનલો કે મોટી મોટી સંસ્થાઓ આ અગત્યના પ્રશ્નને ચર્ચતી નથી? વળી આ નવી બન્ને પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં નિવૃત્તિ વય સાંઠ વર્ષ છે એટલે બધા નિયમ સાંઠ વર્ષે નિવૃત્તિના સંદર્ભે ઘડાયા છે. ગુજરાતમાં નિવૃત્તિ વય અઠ્ઠાવન વર્ષ છે તો ગુજરાતમાં નિયમો અઠ્ઠાવન વર્ષે લાગુ થવા જોઈએ ને? કેમ ગુજરાતમાં કર્મચારી સંગઠનો આ માગ નથી કરતાં? કેમ રાજ્ય સરકાર કેન્દ્રનું આ બાબતમાં ધ્યાન નથી દોરતી? આપણી જાહેર જીવન પ્રત્યેની નિસ્બત તળિયે પહોંચી છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે