જીએસટી કાઉન્સિલ દ્વારા લાંબા સમયથી જેની માંગ હતી અને લોકસભામાં સંયુક્ત વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ જેને ‘ગબ્બરસિંહટેક્ષ’ કહીને નવાજ્યો હતો તેમાં આખરે જીએસટી કાઉન્સિલની બુધવાર, તા. ૩ સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠક દરમિયાન જીએસટી બેઝસ્લેબ પાંચ ટકા અને ૧૮ ટકામાં ૯૯ ટકા ચીજવસ્તુઓ ઉપર રાખવામાં જ્યારે નુકસાનકારક તેમજ લકઝરી આઇટમો ઉપ૨ ૪૦ ટકાના દર લાગશે. કેન્દ્ર સરકારે આની મંજૂરી આપીને ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે નવા દરોનું માળખું જાહેર કરાયું છે.
રોજિંદી વપરાશની વસ્તુઓ જેવી કે સાબુ,શેમ્પૂ, ટૂથપેસ્ટ, ઘી, માખણ,નુડલ્સ અને નાસ્તા,વાસણો, બાળકોની બોટલો,નેપકિન્સ અને ડાયપર, સીવણ મશીનો પર અગાઉ ૧૨ કે ૧૮ ટકા જીએસટી હતો તે હવે પાંચ ટકા કરી દેવાયો છે. ઉપરાંત ખેતીનાં સાધનો,ટ્રેક્ટરના ટાયર,ટ્રેક્ટર, સિંચાઇ મશીનો, કૃષિ મશીનરી ઉપર પણ અગાઉ ૧૨ કે ૧૮ ટકા જીએસટી હતો તે હવે પાંચ ટકા કરી દેવાયો છે. આરોગ્ય વીમાના પ્રીમિયમ તેમજ રિન્યુયલની ચુકવણી પર હવે કોઈ જ ટેક્સ નહીં લાગે જે અગાઉ ૧૮ ટકા હતો. થરમૉમિટર, ઑક્સીજન,ડાયગ્નોસ્ટિક કીટ પર હવે પાંચ ટકા ટેક્સ લાગશે. ઓટોમોબાઈલ અને એ.સી., ટી.વી.,વોશિંગ મશીન જેવાં ઈલેક્ટ્રોનિક સાધનો પર પણ જીએસટી ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા થયો છે.
આ સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વધશે. ૨૦ લાખ રૂપિયાથી વધુ કિંમતનાં લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર પાંચ ટકાથી વધીને ૧૮ ટકા થઈ શકે છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય તો ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટેસ્લા અને મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓ માટે ગેરફાયદો બની શકે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો જીએસટીમુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમો પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટી લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવાં હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે. પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે આ જાહેરાતને આવકારતાં કહ્યું છે કે, આ સાચી દિશાની જાહેરાત છે પણ એ નક્કી કરતાં સરકારે આઠ વર્ષ જેટલો લાંબો સમય લીધો જે યોગ્ય નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીના માળખામાં સુધારો કરતી આ જાહેરાતને સામાન્ય અને ગરીબ વર્ગ માટે દિવાળી ભેટ ગણાવી તેનું મહિમાગાન કર્યું છે.
‘દેરસે આયે, દુરસ્ત આયે’ ભલે મોડેમોડે પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારીએ. એક માત્ર સાવચેતીનો સૂર એમાં એ જ ઉમેરવાનો છે કે છેવટે જો આ જીએસટી ઘટાડો ગ્રાહકના ગજવામાં જવાનો હોય તો જ એનો અર્થ છે. બાકી જો ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ જ એ ઓહિયા કરી જવાના હોય અને ગરીબ તેમ જ મધ્યમ વર્ગના ગ્રાહક માટે ભાવ ન ઘટવાના હોય તો જીએસટી ઘટાડા થકી જે વર્ગના ફાયદા માટે વિપક્ષ આટલા લાંબા સમયથી આ સુધારા માટે ધમપછાડા કર્યા કરતો હતો તે ન થાય તો ‘દળી દળીને ઢાંકણીમાં’ જેવી સ્થિતિનું નિર્માણ થશે.
આમ હાલ પૂરતું તો જીએસટીના કર માળખાને રેશનલાઇઝ કરતી જીએસટી કાઉન્સિલની ભલામણને પગલે કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીએ અને તે લાભાર્થીઓના હાથમાં પહોંચે તે પહેલાં વચેટિયાઓમાં ન ચવાઈ જાય તેની અપેક્ષા રાખીએ. યોગાનુયોગ ૨૨મી સપ્ટેમ્બર જ્યારથી આ નવું માળખું અમલી બનવાનું છે કે નવરાત્રિનો પહેલો દિવસ છે અને પૂજા તેમજ દિવાળીની ઘરાકી નીકળવા માટેના સમયનો પણ પહેલો દિવસ છે. આશા રાખીએ કે બધા માટે જીએસટીનું આ નવું માળખું અને એનું અમલીકરણ સાચા અર્થમાં દિવાળી ભેટ બની રહે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.