National

21 કે 22 સપ્ટેમ્બર, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે છે?, ભારતમાં દેખાશે કે નહીં, જાણો..

વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ક્યારે છે અને તે ભારતમાં દેખાશે કે નહીં તે જાણવાની ઉત્કંઠા સૌ કોઈને છે, ત્યારે અહીં અમે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છે. ચાલો જાણીએ સૂર્ય ગ્રહણ ક્યારે છે અને તે ક્યાં દેખાશે.

વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બરે છે. આ આંશિક સૂર્ય ગ્રહણ રહેશે. જે ભારતમાં દેખાશે નહીં. જોકે, આ વખતના સૂર્ય ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે તે દિવસે સર્વપિતૃ અમાસનો સંયોગ બને છે. તેના બીજા દિવસે એટલે કે તા. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહ્યાં છે. ખગોળવિદો અનુસાર ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. તેનાથી સૂર્ય અડધો કે આખો ઢંકાઈ જાય છે.

ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 11 વાગ્યે શરૂ થશે અને રાત્રે 3.23 મિનિટે પૂર્ણ થશે. આમ સૂર્ય ગ્રહણ 4 કલાકથી વધુ સમય રહેશે.

કયા દેશોમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે?
આગામી તા. 21 સપ્ટેમ્બરે થનારું સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જોકે, આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ, એન્ટાર્ટિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમાં, આફ્રિકા સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં દેખાશે.

ભારતમાં સૂતક લાગશે?
આ સૂર્ય ગ્રહણનો ભારત પર કોઈ પ્રભાવ જોવા મળશે નહીં. કેમ કે તે અહીં દેખાશે નહીં. તેનો સૂતક કાળ અને અન્ય ધાર્મિક પ્રભાવ પણ ભારત પર લાગુ થશે નહીં. ભારતમાં આ સામાન્ય દિવસ રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણનો પ્રભાવ માત્ર તે જ સ્થળો પર પડે છે જ્યાં તે દેખાય છે. તેથી ભારતમાં આ ગ્રહણનો કોઈ પ્રભાવ પડશે નહીં.

Most Popular

To Top