National

શું સરકાર ટુ-વ્હીલર પાસેથી પણ ટોલ વસૂલશે? નીતિન ગડકરીએ જણાવી સચ્ચાઈ

ગુરુવારે ટુ-વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવાના સમાચાર વાયરલ થવા લાગ્યા. જોકે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે સ્પષ્ટતા કરી છે અને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે આ અહેવાલો ભ્રામક અને સંપૂર્ણપણે ખોટા છે.

નીતિન ગડકરીએ તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું, “કેટલાક મીડિયા સંગઠનો ટુ-વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવા અંગે ભ્રામક સમાચાર ફેલાવી રહ્યા છે. આવો કોઈ નિર્ણય પ્રસ્તાવિત નથી. ટુ-વ્હીલર વાહનો માટે ટોલ મુક્તિ સંપૂર્ણપણે ચાલુ રહેશે. સત્ય તપાસ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવવા એ સ્વસ્થ પત્રકારત્વની નિશાની નથી. હું તેની નિંદા કરું છું.”

NHAI એ પણ સમાચારને ભ્રામક ગણાવ્યા
NHAI એ X હેન્ડલ પર આ અહેવાલો અંગે એક નિવેદન પણ જારી કર્યું છે. NHAI એ જણાવ્યું હતું કે મીડિયાના કેટલાક વિભાગોમાં એવા અહેવાલો આવ્યા છે કે ભારત સરકાર ટુ-વ્હીલર વાહનો પર યુઝર ફી લાદવાની યોજના બનાવી રહી છે. NHAI સ્પષ્ટ કરવા માંગે છે કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. ટુ-વ્હીલર વાહનો માટે ટોલ ફી લાદવાની કોઈ યોજના નથી.

વાઈરલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે NHAI 15 જુલાઈ 2025 થી તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલર વાહનોને ટોલ ફ્રી રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top