Comments

વિપક્ષી એકતાનું સ્વપ્ન સાકાર થશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરપધ પક્ષો એ હકીકત પરથી આશા બાંધી શકે કે ઇ.સ. ૧૯૮૯ થી કોઇ શાસક પક્ષનું સત્તાવાર આવવાનું પુનરાવર્તન નથી થયું. વિરોધપક્ષો આ બાબત પરથી આશ્વાસન લઇ શકે પણ તેથી ભારતીય જનતા પક્ષનું ગાડું ઊંધું વાળી દેવાની આશા તેણે રાખવાની નથી. ભારતીય જનતા પક્ષમાં મોદી અને અમીત શાહ કરતાં પણ વધુ ઝડપથી કાઠું કાઢતા જણાતા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગી સત્તા જાળવી શકશે કે ઘરે બેસશે તે આગામી થોડા જ મહિનાઓમાં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ખબર પડી જશે.

samajwadi party has not won this seat of noida till date bsp bjp dominated  know dadri assembly constituency history mla voter up news acy | UP  Assembly Election 2022: नोेएडा की इस

યોગી ઉપરાંત આ ચૂંટણીમાં વધુ ધ્યાન તો ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦ બેઠકો પર છે વિરોધપક્ષો અત્યંત જરૂરી એકતા સાધી શકે છે કે કેમ તેના પર આ બેઠકોનાં પરિણામનો ઝાઝો આધાર છે. આ બધા સંજોગો જોતાં અને ભારતીય જનતા પક્ષની સંગઠ્ઠન શકિત અને નાણાં શકિત જોતાં અન મોદી અને યોગીની પ્રસાર માધ્યમોએ ઉપસાવેલી વિરાટ છબી જોતાં ભારતીય જનતા પક્ષ જ સત્તા જાળવી રાખશે એમ સલામત રીતે ધારણા બાંધી શકાય. આ ધારણા બાંધવાને વધુ એક સુરક્ષિત આધાર વિપક્ષોની ગતિવિધિ પર પણ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને તેના વડા મમતા બેનરજીનો ઝળહળતો વિજય થયો તો ય વિપક્ષોમાં એકતા સાધવાના કોઇ એંધાણ દેખાતા નથી તેને બદલે ઉત્તર પ્રદેશમાં ચતુષ્કોણીય જંગ દેખાઇ રહ્યો છે. તેથી મોદી, શાહ અને યોગીની ત્રિપુટીનું વર્ચસ્વ દાખવનાર ભારતીય જનતા પક્ષે હાથ જોડી બેસી રહેવાનું છે? ભારતીય જનતા પક્ષનું પોત જોતાં વિપક્ષો એક થાય એવી સંભાવનાને ધ્યાનમાં રાખી હાથ જોડીને બેસી રહે તે ચાલવાનું નથી. જોકે આ બાબતમાં આખરી ચુકાદો આપવાનું અત્યારે હજી કવેળાનું છે.

જાહેરાતના જોરે યોગી સરકાર, ખાસ કરીને વિકાસ મોરચે પોતે વચન પાલન કરી શકી હોવાની છાપ ઊભી કરી શકી છે. વાસ્તવિકતા અલગ હોઇ શકે એ અલગ વાત છે. ભારતીય જનતા પક્ષના વ્યૂહરચનાકારો જાણે છે કે કયાંક કોઇ કસર રહી ગઇ હોય અને તેથી અત્યાર સુધી સફળ રહેલા ધાર્મિક ભૂમિકાના ‘હિંદુત્વ’નું પત્તું ઉતરવા પર વિશેષ ધ્યાન આપે છે. આ જ કારણ છે અયોધ્યાના રામ મંદિરનાં નિર્માણ પર વધુ ધ્યાન આપવાનું. આટલું અધુરું હોય તેમ ભારતી યનતા પક્ષના એક વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે હવે પછીના પગલાં તરીકે મથુરાના મંદિરનાં બાંધકામનો મુદ્દો છોડી વિવાદ શરૂ કર્યો છે.

વિકાસ, કેળવણી, રોજગારી, કાયદો અને વ્યવસ્થા અને સૌથી વધુ તો કોવિડ-૧૯ ની મહામારીને કાબુમાં લેવાના વહીવટમાં નિષ્ફળતા બદલ યોગી સરકારને શાસન વિરોધી લાગણીનો સામનો કરવો નથી પડતો એમ કહી શકાય. આ ઉપરાંત હવે સમેટી લેવાયેલું ખેડૂતોનું એક વર્ષનું આંદોલન પણ ભારતીય જનતા પક્ષને ઉજાગરા કરાવતું હતું. નહીં તો મોદી ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદા કેમ ઓચિંતા પાછા ખેંચે અને ખેડૂતોની બધી માંગ સ્વીકારે?

ખેડૂતોનું આંદોલન ઉત્તર પ્રદેશના સીમાડે ચાલતું હતું અને ઉત્તર પ્રદેશનો એ પશ્ચિમ ભાગ ખેતીવાડીનો પટ્ટો હોવાથી તેનું મહત્વ ખૂબ હતું તેથી મોદી, શાહ અને યોગીની ત્રિપુટી કોઇ જોખમ લેવા માંગતી નહતી અને તેમાં ય જયારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માટે તખ્તો ગોઠવવાનું હોય ત્યારે તો ખાસ. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે અને તેમાંથી બહુમતી બેઠકો ભારતીય જનતા પક્ષે પ્રાપ્ત કરવી હોય તો વિધાનસભાની ચૂંટણીમાં તેણે મોટી સંખ્યામાં બેઠક જીતવી જ પડે. ઓછી સરસાઇથી મળેલો વિજય / પરાજય જોખમ વધારતો હોવાથી ભારતીય જનતા પક્ષે જંગી સરસાઇ હાંસલ કરીને જ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરવું પડે. આથી જ પક્ષે ‘હિંદુત્વ’ના પત્તા પર વધુ મદાર રાખવાનું પગલું લીધું છે.

વિપક્ષોમાં હજી કંઇ ઠેકાણા નથી. એકતાના જેટલા પ્રયાસો વધુ થાય છે તેટલું તેમનામાં વધુ ભંગાણ પડે છે! તડજોડ મોટે ભાગે નાના પક્ષો સાથે કરાય છે અને તેમાં ભારતીય જનતા પક્ષ અને તેનો સંભવિત હરીફ પક્ષ – સમાજવાદી પક્ષ કુશળ છે. સમાજવાદી પક્ષે સ્વ. અજીતસિંહના અને હવે તેના દીકરા જયંત ચૌધરીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાણ કરી નાંખ્યું છે તે ભારતીય જનતા પક્ષ માટે ચિંતાનો વિષય બનવો જોઇએ. ઉત્તર પ્રદેશની ૪૦૩ બેઠકોમાંથી ૧૨૦ બેઠકો રાજયના પશ્ચિમ વિસ્તારના આ ખેતીવાડી પટ્ટામાં આવી છે અને રાષ્ટ્રીય લોકદળનું આ પ્રદેશમાં ભારે વર્ચસ્વ રહ્યું છે પણ ૨૦૧૪ અને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે તેનું ઘણું ધોવાણ કર્યું હતું પણ ખેતી કાયદાને કારણે ખેડૂતોની ભારતીય જનતા પક્ષ વિરોધી લાગણીને કારણે રાષ્ટ્રીય લોકદળે પાછું લંગર નાખવા માંડયું છે.

ઉમેદવારની પસંદગીથી માંડીને મતદાનની તરાર સુધીની ચૂંટણીની તરાહ હિંદી પટ્ટામાં ધર્મ, જાતિ અને પેટા જ્ઞાતિના આધારે રહી છે એ જાણીતી વાત છે તેથી ધર્મક્ષેત્રના કુરુક્ષેત્ર અંકિત થઇ ગયા છે પણ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિને ચોકકસ ધર્મ સાથે સાંકળવાના સમીકરણો હજી ઉપસ્યા નથી. આ સંજોગોમાં ખાસ કરીને ખેડૂત આંદોલન દરમ્યાન રાષ્ટ્રીય લોકદળના મોખરે રહેવાના પ્રયત્નો પર બધાની નજર છે. પણ તેનું કેટલું ઉપજશે તે પણ ચર્ચાનો વિષય છે. વિરોધ પક્ષોની દૃષ્ટિએ જોઇએ તો સમાજવાદી પક્ષ, બહુજન સમાજપક્ષ અને કોંગ્રેસ પોતાનું ચૂંટણી ખેડાણ એકલે હાથે કરવામાં હશે અને તેમાં પણ જ્ઞાતિ – ધર્મનાં સમીકરણ કામ કરશે. પ્રિયંકા વાડ્રા? સ્ત્રીઓની નવી મત બેંક કોંગ્રેસ માટે તૈયાર કરે છે. તેને કેટલી સફળતા મળશે? વિરોધપક્ષોની નજર ચૂંટણી પછીના તખ્તા પર વધુ છે. સમાજવાદી પક્ષે રાષ્ટ્રીય લોકદળ, કે બહુજન સમાજ પક્ષ કે કોંગ્રેસ સરકાર રચવા બહુમતી મેળવવામાં નિષ્ફળ જશે તો તેઓ ભેગા થશે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top