ઈશીબા ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના દિવસે જાપાનના વડા પ્રધાન તરીકે ફરી ચૂંટાયા. ભાગ્યે જ બનતી ઘટના અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં આ પહેલો એવો પ્રસંગ છે કે જ્યારે સરકાર નીચલા ગૃહમાં બહુમતી ગુમાવવાના કારણે લઘુમતીમાં આવી ગઈ. છેલ્લાં ત્રીસ વર્ષમાં જાપાનમાં ‘રન ઑફ વૉટ’યોજાયો નથી. ‘રન ઓફ વોટ’એટલે જ્યારે એક કરતાં વધારે ઉમેદવારો મેદાનમાં હોય અને કોઈને પણ બહુમતી ન મળે ત્યારે પહેલા અને બીજા નંબરના ઉમેદવાર વચ્ચે ફરી ચૂંટણી યોજાય છે. ‘રન ઓફ વોટ’મતદાન દ્વારા જે ઉમેદવારને વધુ મત મળે એ જીત્યા ગણાય.
જાપાનના અત્યારના વડા પ્રધાન શીગેરુ ઇશીબા ઑક્ટોબરમાં વડા પ્રધાન તરીકે ‘રન ઓફ વોટ’ને કારણે ચૂંટાયા પણ આમ થવાને કારણે એમને જાપાનીઝ પાર્લમેન્ટના નીચેના ગૃહમાં બહુમતી મળી નહીં. ઈશીબા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. ચૂંટણીમાં જાપાનની કોઈ પાર્ટી બહુમતી મેળવી શકી નહીં એટલે માઇનોરિટી ગવર્નમેન્ટ સાથે ઈશીબાને પનારો પાડવાનો છે, જેને કારણે ગૃહ ચલાવવા માટે ઉદારતાવાદી વલણ અપનાવીને વિરોધપક્ષને કેટલાંક કન્સેશન આપવા ફરજિયાત બનશે.
જાપાનની પાર્લમેન્ટમાં કુલ ૪૬૫ સભ્યોમાંથી ૨૩૩ મત પ્રાથમિક રાઉન્ડમાં જોઈએ તો જ વડા પ્રધાન બની શકાય. તે મેળવવામાં કોઈ પણ ઉમેદવાર સફળ થયાં નથી. ઈશીબાને જરૂરી ૨૩૩ મત કરતાં ૧૨ મત ઓછા એટલે કે ૨૧૧ મત મળ્યા છે જે એમના પ્રતિસ્પર્ધી નોડા કરતાં ૧૬૦ મત વધારે છે (અને આમ છતાંય સ્પષ્ટ બહુમતી ૨૩૩ મત કરતાં ઓછા છે.) આ કારણથી ચોખ્ખી બહુમતી ન હોવા છતાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના વડા શીગેરુ ઈશીબા ઔપચારિક રીતે જાપાનના વડા પ્રધાન તરીકે પુનઃ ચૂંટાઈ આવ્યા છે.
લઘુમતી સ૨કા૨ હોવાને કારણે આ સંયુક્ત ગઠબંધને વિપક્ષના જૂથને વધુ કન્સેશન આપવા પડશે. આ ચૂંટણીઓમાં વિપક્ષના જૂથે ગઈ ચૂંટણી કરતાં વધુ બેઠકો જીતીને પોતાની તાકાત વધારી છે. જો કે સત્તાધારી ગઠબંધન પાસે સ્થિર સરકાર આપવા માટે પૂરતી સંખ્યા થઈ ગઈ છે. વિપક્ષ ઈશીબા ઉપર દબાણ બનાવતાં કહે છે કે, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં હારથી એ સિદ્ધ થાય છે કે તેઓ મતદારોનો વિશ્વાસ પાછો જીતવામાં નિષ્ફળ રહ્યા છે. ભારતની માફક જાપાનમાં પણ હવે ગઠબંધનની સરકાર સત્તારૂઢ થઈ છે. આ કારણથી વડા પ્રધાન ઈશીબાને પોતાના કેટલાક કાર્યક્રમો તેમજ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની કેટલીક યોજનાઓ હાલ પૂરતી મોકૂફ રાખવી પડશે. બહુમતી માટે જરૂરી ૨૩૩ સામે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ૧૯૧ બેઠકો જીતી છે. ગઈ ચૂંટણીમાં તેને ૨૫૯ બેઠકો મળી હતી. જો કે ઈશીબાને ૨૨૧ સભ્યોનું સમર્થન છે.
ભારતીય પદ્ધતિ પ્રમાણે તો સામ-દામ-દંડ અને ભેદ કોઈ પણ રીતે ખૂટતા સભ્યોની બહુમતી મેળવી લીધી હોય તો પછી કોઈના પણ બાપની સાડાબારી નહીં. જાપાનમાં કદાચ આવો રિવાજ નહીં હોય અથવા ખરીદ-વેચાણ સંઘની પ્રવૃત્તિ અમલમાં મૂકવાની પ્રથા નહીં હોય, નહીં તો ભારતની જેમ ખૂટતાં સભ્યોએ મંત્રી થઈને પક્ષપલટો કરી લીધો હોત અને ખાધું, પીધું અને રાજ કરતાં હોત. આ રીતે પક્ષપલટો કરનાર પક્ષપલટાની ગંગામાં ડૂબકી મારીને પવિત્ર બની સામે કિનારે સત્તાધારી પક્ષમાં નીકળે એટલે પ્રધાનપદું પણ મળે અથવા લક્ષ્મીલાભ થાય.
આપણે જાપાનમાંથી ટેક્નોલૉજી લાવીએ છીએ અને અત્યંત ઝડપી બુલેટ ટ્રેન પણ ટૂંક સમયમાં જ ચાલુ થવાની છે, ત્યારે આ પક્ષપલટો અને બહુમતી મેળવીને રાજગાદી કઈ રીતે જાળવી રાખવી એ બધી બાબતે જાપાનના વડા પ્રધાને તાત્કાલિક અસરથી એક ડેલિગેશન ભારત મોકલવું જોઈએ અને આપણી પાસેથી આ ક્ષેત્રની અત્યાધુનિક ટેક્નોલૉજી મેળવીને બે પાંદડે કઈ રીતે થવાય તે જ્ઞાન પ્રાપ્ત કરી સમૃદ્ધિના આંબાની ડાળે બેસી ઝૂલવું જોઈએ. જો કે અત્યારે તો નીચલા ગૃહમાં લઘુમતી ધરાવતી ઈશીબા સરકાર કેટલું ચાલે છે તે જોવાનું રહે છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.