રાજ્યના અને જેની રાષ્ટ્રીય રાજકારણને અસર થઇ શકે એવી બે વ્યક્તિના મુદે્ ચર્ચા છે અને એ બે નામ છે ફાંકડું અંગ્રેજી બોલતાં સાંસદ શશી થરૂર અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ. થરૂર ભાજપમાં જશે? એ મુદે્ અટકળો ચાલે છે તો કેપ્ટન અમરિંદર માટે ઘર વાપસીની ચર્ચા શરૂ થઇ છે. અને એવું બન્યું તો પંજાબ અને કેરળનાં રાજકીય પરિદૃશ્યમાં કેવો બદલાવ આવશે એની વાતો શરૂ થાય એ સ્વાભાવિક છે.
શશી થરૂર એક જાણીતા ભારતીય રાજકારણી, લેખક, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને અદ્ભુત વક્તા છે. અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીની ‘ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસી’માંથી માત્ર ૨૨ વર્ષની વયે પીએચ.ડી.ની પદવી મેળવી હતી. રાજકારણમાં આવતાં પહેલાં શશી થરૂરે લગભગ ૨૯ વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર (UN) માં સેવા આપી હતી. બાદમાં એ રાજકારણમાં આવ્યા. ૨૦૦૯ થી સતત કેરળના તિરુવનંતપુરમ મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય તરીકે કોન્ગ્રેસમાંથી ચૂંટાઈ આવે છે. યુપીએ સરકારમાં તેઓ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી અને માનવ-સંસાધન વિકાસ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.
ઉપરાંત, શશી થરૂર એક પ્રખ્યાત લેખક છે અને અત્યાર સુધીમાં ૨૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને રાજકારણનું ઊંડું વિશ્લેષણ હોય છે. અંગ્રેજી માટે એ જાણીતા છે. તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને અવારનવાર અઘરા અંગ્રેજી શબ્દો વાપરવા માટે સોશ્યલ મીડિયામાં મિમ્સ અને ચર્ચાઓનો વિષય બને છે. બ્રિટિશ સંસદમાં તેમણે ‘‘બ્રિટિશરોએ ભારતે કરેલા નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ’’ તે અંગે આપેલું ભાષણ વિશ્વભરમાં વાયરલ થયું હતું.
થોડા સમયથી એ કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ છે. જી ૨૩ કે જેમણે કોન્ગ્રેસના ગાંધી પરિવાર સામે નિવેદન આપેલું એમાં થરૂર પણ હતા. એ નરેન્દ્ર મોદીની એકથી વધુ વાર પ્રશંસા કરી ચૂક્યા છે ને રશિયાના પુતિન ભારત આવ્યા અને ડીનરમાં એમને આમંત્રણ અપાયું જ્યારે રાહુલ અને ખડગેને બાકાત રખાયા એનાથી ચર્ચાએ વધુ જોર પકડ્યું છે અને એમાં તિરુવનંતપુરમ એટલે કે કેરળની રાજધાનીમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપને પહેલી વાર બહુમતી મળી એનાથી ચર્ચામાં વધુ ઘી હોમાયું છે. વળી થરૂરે આ વિજયનું સ્વાગત કર્યું છે. આમેય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તિરુવનંતપુરમ બેઠક પર શશી થરૂર અને ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર વચ્ચે ખૂબ જ રસાકસીભર્યો જંગ જામ્યો હતો. શશી થરૂર ખૂબ જ પાતળી સરસાઈ એટલે કે ૧૬,૦૦૦ મતોથી જીત્યા હતા.
બીજી બાજુ શશી થરૂરની પક્ષની બેઠકોમાં ગેરહાજરી વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ છે. કેરળ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે શશી થરૂરના સંબંધો થોડા તણાવભર્યા રહ્યા છે. આવા સંજોગોમાં શું એ ભાજપમાં જશે? આ પ્રશ્નનો જવાબ મેળવવો મુશ્કેલ છે. કારણ કે, થરૂર ઉદારવાદી નેતા ગણાય છે અને હમણાં જ મનરેગા યોજનાનું નામ જી રામ જી કરવાના ખરડા મુદે્ થરૂરે વિરોધ કર્યો. અગાઉ નરેન્દ્ર મોદીએ થરૂરની ગર્લફ્રેન્ડ વિષે કેવી ટીપ્પણી કરેલી એ જગજાહેર છે. બીજી બાજુ થરૂર સામે કોંગ્રેસે અશિસ્તનાં કોઈ પગલાં હજુ સુધી લીધાં નથી. જાણે થરૂર કોન્ગ્રેસના મોવડીમંડળની ધીરજની કસોટી કરી રહ્યા છે.
એ વાત સાવ સાચી છે કે, કેરળમાં ડાબેરી મોરચો નબળો પડ્યો છે અને કોંગ્રેસમાં પણ સમસ્યાઓ ઘણી છે. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે સારો દેખાવ કર્યો છે પણ કેરલમાં એમની પાસે કોઈ જાણીતો ચહેરો નથી. એ મુદે્ શશી થરૂર ભાજપને કામ લાગી શકે છે. એ કેરળની આગામી ચૂંટણીમાં ભાજપનો ચહેરો બની શકે. પણ સવાલ એ છે કે, એવું બનશે ખરું? શું કોંગ્રેસ થરૂરને પક્ષમાંથી હાંકી કાઢશે? શું થરૂર એની રાહમાં છે? ભાજપ થરૂરને મજબૂર કરશે? સાવરકર એવોર્ડ માટે થરૂરની પસંદગી થઇ એ વિવાદ પણ જાણીતો છે. થરૂર એ સન્માન સ્વીકારવા ના ગયા એ જુદી વાત છે પણ થરૂરનું રાજકીય જીવન એક એવા વળાંક પર ઊભું છે કે એમણે કે એમને માટે કોઈએ કૈંક નિર્ણય લેવો પડશે.
આવું જ એક બીજું વ્યક્તિત્વ છે કેપ્ટન અમરિંદરસિંહ અને એ કોંગ્રેસમાં પાછા ફરશે કે કેમ, તે અંગેની ચર્ચા પંજાબના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. કેપ્ટન પંજાબમાં વજનદાર નેતા તરીકે જાણીતા છે અને કોંગ્રસની સત્તા હતી ત્યારે મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં કેટલાક મુદે્ વાંધો પડતાં એમણે કોંગ્રેસ છોડી અને પોતાની પાર્ટી બનાવી. પણ ૨૦૨૨માં પોતાની પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’નું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું. હાલમાં તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે. તેમની પુત્રી જય ઇન્દર કૌર અને પરિવારનાં અન્ય સભ્યો પણ ભાજપમાં સક્રિય છે.
પણ કેપ્ટન ભાજપમાં થાકી ગયા લાગે છે અને એમના તાજેતરનાં નિવેદનોમાં એનું પ્રતિબિંબ દેખાયું છે અને થોડા સમય પહેલાં અમરિંદરસિંહે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો હતો. જો કે, તેને ‘સૌજન્ય મુલાકાત’ ગણાવવામાં આવી હતી. પંજાબમાં આપનું શાસન છે અને કોંગ્રેસ નેતૃત્વની કટોકટીમાંથી પસાર થઈ રહી છે. કેટલાક જૂના કોંગ્રેસી નેતાઓ માને છે કે કેપ્ટન જેવા મજબૂત નેતા પાછા આવે તો પક્ષ ફરી બેઠો થઈ શકે.
જો કે, કોંગ્રેસ પંજાબમાં કેપ્ટનનાં વિરોધીઓ પણ છે પણ કેપ્ટન માટે સમસ્યા એ છે કે, ભાજપમાં જવાથી એમને કોઈ રાજકીય ફાયદો થયો નથી અને કોંગ્રેસમાં પાછા ફરે તો એમને વધુ માન સન્માન મળી શકે છે. કોંગ્રેસ પણ સમજે છે કે, કેપ્ટનને પક્ષમાંથી પડતા મૂકવા એ ભૂલ હતી અને એનું પરિણામ કોંગ્રેસે ભોગવ્યું છે. કેપ્ટન કોંગ્રેસમાં પાછા ફરી કીંગ મેકર બની શકે એવી શક્યતા છે ખરી?
કેપ્ટન અમરિંદરસિંહ માત્ર એક રાજકારણી નથી પણ એક ‘ફૌજી’ પણ છે. પંજાબ જેવા સરહદી રાજ્યમાં લોકો હંમેશા એવા નેતાને પસંદ કરે છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને પંજાબનાં હિતો માટે મજબૂતીથી બોલી શકે. કોંગ્રેસ પાસે અત્યારે પંજાબમાં કેપ્ટન જેવો કદાવર અને ‘પંજાબ દા પુત્તર’ (પંજાબનો દીકરો) વાળી છબી ધરાવતો બીજો કોઈ નેતા નથી. કેપ્ટને તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે ‘ભાજપ તેની કાર્યશૈલીમાં થોડો જડ છે, જ્યારે કોંગ્રેસ વધુ લવચીક અને સલાહ-સૂચન લેનારો પક્ષ છે.’ હવે નિર્ણય કેપ્ટન અને કોન્ગ્રેસે લેવાનો છે.
બિહાર ભાજપના નવા પ્રમુખ સંજય સરાવગી
ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં બિહારમાં સંગઠનાત્મક ફેરફાર કરીને દરભંગાના ધારાસભ્ય સંજય સરાવગીની બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. તેઓએ દિલીપ જયસ્વાલનું સ્થાન લીધું છે. બિહારના જ નીતિન નવીનને ભાજપે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવી ચોંકાવી દીધા છે. એમ બિહારમાં પણ સંજયની પસંદગી પાછળ કેટલાંક કારણો છે. સંજય સરાવગી દરભંગા બેઠક પરથી સતત છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ બિહાર સરકારમાં મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
સંજય સરાવગીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક પાછળ ભાજપની કેટલીક ગણતરીઓ છે. સંજય વૈશ્ય સમાજમાંથી આવે છે. બિહારમાં ભાજપ પોતાની પરંપરાગત વોટ બેંક (વૈશ્ય અને સવર્ણ) ને મજબૂત રાખવા માંગે છે, જ્યારે ઓબીસી વોટો માટે અન્ય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સંજય સરાવગી દરભંગા (મિથિલાંચલ વિસ્તાર) માં ખૂબ મજબૂત પકડ ધરાવે છે. આ રીતે ભાજપે બિહારમાં ‘અનુભવ’ (સંજય સરાવગી) અને ‘રાષ્ટ્રીય સ્તરે યુવા નેતૃત્વ’ (નીતિન નવીન) બંનેનું સંતુલન જાળવ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.